બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'પાટીદારોનું બંધારણ બનવું જોઈએ' પાટીદાર અગ્રણી જેરામ વાંસજાળિયા આવ્યાં સમર્થનમાં

સુરત / 'પાટીદારોનું બંધારણ બનવું જોઈએ' પાટીદાર અગ્રણી જેરામ વાંસજાળિયા આવ્યાં સમર્થનમાં

Vishal Khamar

Last Updated: 10:14 PM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર સમાજનું બંધારણ બનાવવા હવે પાટીદાર અગ્રણીઓ સમર્થનમાં આવ્યા છે. પાટીદાર અગ્રણી મથુર સવાણીએ શરૂ કરેલા કેમ્પેઈનને અગ્રણીઓનું સમર્થન છે. કડવા અને લેવા પાટીદાર અગ્રણીઓ સમાજનું બંધારણ બનાવવાના સમર્થનમાં છે.

સુરતમાં રીતરિવાજ બદલવાના બંધારણ અંગે પાટીદાર અગ્રણીઓ સમર્થનમાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પાટીદાર અગ્રણી અને પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજનું સમર્થન માંગ્યું હતું. કડવા અને લેવા પાટીદાર અગ્રણીઓ સમાજમાં રીત રિવાજ બદલવાના સમર્થનમાં છે. સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડીના ભૂમિ પૂજનમાં અગ્રણીઓએ સમર્થન આપ્યું છે.

રીતરિવાજ બદલાવના બંધારણને લાવવું ખૂબ જરૂરિ છે : જેરામભાઈ વાંસજાળીયા

શ્રી ઉમિયા ધામ માતાજી મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને પાટીદાર અગ્રણી જેરામભાઈ વાંસજાળીયાએ નિવેદન આપ્યું છે. રીતરિવાજ બદલાવના બંધારણને લાવવું ખૂબ જરૂરી છે. અત્યારે પાટીદાર સમાજનો વિકાસ સારો થયો છે વિકાસ જળવાઈ રહે તેના જરૂરી છે. દીકરા-દીકરીમાં સસ્કારનું સિંચન થાય અને મોટા ખર્ચા કરતાં અટકે, બંધારણ બનવા માટે આખી એક સમિતિ અને કમિટી બનશે. કમિટીના પાસા અને વિચારોના આધારે આગળ વધશું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 4 શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી, સમાધાન માટે બોલાવીને ખેલ્યો ખૂની ખેલ

બંધારણ ઘડવું જરૂરી છે પણ બધા સહમત થાય તો : ભગવાનદાસ સવસાણી

સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ સુરતના પ્રમુખ ભગવાનદાસ સવસાણીએ સમર્થન આપ્યું છે. મથુર સવાણીએ બંધારણનું એલાન કર્યું છે પણ હજી સમાજના વ્યુ લેવામાં આવી રહ્યા છે. સમાજ નક્કી કરશે તો આગળ બંધારણ નક્કી કરીશું. બંધારણ ઘડવું જરૂરી છે પણ બધા સહમત થાય તો હવે પાટીદાર સમાજના રીતરિવાજમાં પણ બદલાવ આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Surat News Surat Patidar Society
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ