ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સુરતના સમાચાર / સુરતમાં નશામાં ધૂત શખ્સે યુવકની હત્યા કરી, રાજકોટમાં પથ્થરના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા

દુખદ / સુરતમાં નશામાં ધૂત શખ્સે યુવકની હત્યા કરી, રાજકોટમાં પથ્થરના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા

Published By: Priyankka Triveddi

Last Updated: 11:24 AM, 5 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના ડાયમંડ શહેર સુરત અને રંગીલા શહેર રાજકોટમાં ધૂળેટીનો તહેવાર ખૂની બન્યો હતો. પર્વની ખુશી પરિવાર માટે માતમમાં ફેરવાઈ હતી. શું છે સમગ્ર મામલો વાંચો વિગતે..,

ADVERTISEMENT

Surat-Rajkot News: સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં ધૂળેટીના પર્વ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાધિકા સોસાયટીમાં ધૂળેટીની ખુશી વચ્ચે અચાનક હિંસક બનાવ બનતા આખો વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. નશામાં ધૂત કેટલાક શખ્સો સાથે થયેલા વિવાદમાં 18 વર્ષીય રાજકુમાર નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર મારામારીના કારણે રાજકુમારનું મોત થતાં તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ ધૂળેટી હોવાથી સોસાયટીમાં લોકો રંગ અને સંગીત સાથે ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યો શખ્સ મહિલાઓ વચ્ચે ડાન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રાજકુમારે તેને મહિલાઓ વચ્ચે ડાન્સ કરતાં અટકાવ્યો હતો અને તેને બહાર જવા કહ્યું હતું. આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાતથી ગુસ્સે ભરાયેલા શખ્સે ત્યાંથી જતાં પહેલા રાજકુમારને ધમકી આપી હતી.

સુરત

થોડીવાર બાદ તે અજાણ્યો શખ્સ પોતાના 20 જેટલા સાગરીતો સાથે ફરી પાછો આવ્યો હતો. આરોપીઓએ રાજકુમારના ઘરની બારીના કાચ તોડી અંદર ઘૂસી જઈને તેની ઉપર તૂટી પડ્યા હતા. તમામ લોકોએ મળીને રાજકુમારને ભારે માર માર્યો હતો. ગંભીર ઈજાઓ થતાં રાજકુમારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: દુબઈમાં ફસાયેલા સાબરકાંઠા અને ખેડાના 50થી વધુ લોકો સુરક્ષિત પરત, અમદાવાદ એરપોર્ટ પહોંચતા રાહત

vtv app promotion

રાજકોટમાં ધૂળેટીની રાત્રે યુવાનની હત્યા, પથ્થરના ઘા મારી જીવ લઈ લેવાયો

તો બીજ તરફ રાજકોટમાં પણ ધૂળેટીના તહેવાર દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના આકાશવાણી ચોક વિસ્તારમાં ધૂળેટીની રાત્રે અજાણ્યા શખ્સોએ 32 વર્ષીય રાહુલ વિશ્વકર્મા નામના યુવાનની હત્યા કરી નાખી હતી. માહિતી મુજબ, આરોપીઓએ રાહુલ પર પથ્થરોથી હુમલો કરીને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રાજકોટ

પરિવારજનોના જણાવ્યા મુજબ મોબાઈલ બાબતે થયેલા વિવાદના કારણે રાહુલની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા નેપાળી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. નેપાળી યુવકની હત્યાને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને કડક સજા કરવાની માંગણી કરવામાં આવી રહી છે. હાલમાં માલવિયાનગર પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Crime Surat Crime Holi Violence

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ