બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઓપરેશન સિંદૂર પછી 2 દિવસ માટે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Last Updated: 07:24 AM, 26 May 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસના કાર્યક્રમની શરૂઆત આજથી કરશે. જેમઆ આજે 26મેના રોજ ભુજમાં 53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યારે વડોદરા, ભુજ અને અમદાવાદમાં રોડ શો કરશે. વડોદરાના રોડ શો દરમિયાન કર્નલ સોફિયાનો પરિવાર પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી 9 કલાકમાં 4 શહેરની મુલાકાત, 3 રોડ શો અને 2 જાહેરસભાને સંબોધન કરશે.
ADVERTISEMENT
3 રોડ શો અને 2 જાહેરસભા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીતેમના પ્રવાસની શરૂઆત વડોદરાથી કરશે. ત્યાં રોડ શોનું આયોજન કરશે. જેમાં ઓપરેશન સિંદૂરનો ચહેરો એવા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ જોડાશે. ત્યાર બાદ તેઓ દાહોદ જવા રવાના થશે. દાહોદથી ભુજ અને પછી અમદાવાદ આવશે અને ત્યાર બાદ ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. આજના દિવસ દરમિયાન તેઓ 4 શહેરમાં 3 રોડ શો અને 2 જાહેરસભા યોજશે.
ADVERTISEMENT
વડોદરામાં 1 કિમીનો રોડ શો
26મી મેના રોજ સવારે 10 વાગ્યા આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે પીએમ મોદીનું આગમન થશે. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો કરશે. આ રોડ શોમાં શહેર અને જિલ્લાની મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેશે. ઓપરેશન સિંદૂરમાં ભારતે જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેને લઇને વડાપ્રધાનનો સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.
ADVERTISEMENT
દાહોદમાં પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેશને સમર્પિત કરશે
વડોદરામાં રોડ શોનું આયોજન સમાપ્ત કર્યા પછી તુરંત તેઓ MI 17 હેલિકોપ્ટરમાં સવાર થઇ દાહોદ જવા રવાના થશે. જ્યાં તેઓ સવારે તેઓ અત્યાધુનિક કારખાનાનું નિરીક્ષણ કરશે અને ‘’મેક ઇન ઇન્ડિયા’’ના સ્વપ્નને સાકાર કરતું, ભારતમાં જ બનેલું પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેશને સમર્પિત કરશે. અહીં વડાપ્રધાન 24 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને ઉપસ્થિત જનમેદનીને સંબોધન પણ કરશે.
ADVERTISEMENT
ભુજમાં 10 હજાર મહિલા સ્વાગત કરશે
દાહોદ બાદ પીએમ ભુજ માટે રવાના થશે. ભુજમાં 10 હજાર બહેનો તેમનું સ્વાગત કરશે. પીએમ મોદી ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધીના માર્ગ પર દોઢ કિલોમીટરનો રોડ શો યોજશે. જેમાં 10 હજાર જેટલી મહિલાઓ કેસરી સાડી અને માથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકારશે. રોડ શો કર્યા બાદ રાજ્યભરના 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'મોત'નો રવિવાર! ગુજરાતમાં અકસ્માતોની વણઝાર, છ ઘટનામાં 8 લોકોના મોત

ADVERTISEMENT
અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો
ભુજથી સાંજે અમદાવાદ આવશે અને ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરશે. આ રોડ શો માટે એરપોર્ટ ગુજસેલ પાસેથી શરૂ કરી ઇન્દિરા બ્રિજ સુધી 19 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. રોડ શોના રૂટ ઉપર દરેક જગ્યાએ તિરંગા લગાવવામાં આવ્યા છે. રોડ શોના રૂટ પર અંદાજિત 50,000 જેટલા લોકો રહેશે ઉપસ્થિત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.