બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:46 PM, 25 May 2025
આજે રાજ્યમાં પાંચથી વધુ અકસ્માતની ઘટના બની છે. પંચમહાલના કાલોલમાં બોરૂ ટર્નિગ રોડ પર અકસ્માત સર્જાયો છે, તો બીજી તરફ જામનગરના ધ્રોલ પાસે રાજકોટ-જામનગર હાઈવે પર અને વડોદરાના પાદરાના સાંગમા પેટ્રોલ પંપ સામે અકસ્માતની ઘટના ઘટી છે.
ADVERTISEMENT
પંચમહાલમાં અકસ્માતમાં 2ના મોત
પંચમહાલના કાલોલમાં બોરૂ ટર્નિગ રોડ પર અકસ્માત સર્જાયો છે. ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળ પર મોત અને 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. પરિવાર હાલોલથી બાઈક પર કાલોલ આવતો હતો. જેમા 28 વર્ષીય માતા અને 4 વર્ષના દીકરાનું ઘટનાસ્થળ પર મોત મોત થયું છે. કાલોલ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કરી તપાસ
ADVERTISEMENT

ધ્રોલ પાસે અકસ્માત
ADVERTISEMENT
જામનગરના ધ્રોલ પાસે રાજકોટ-જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતમાં રિક્ષાચાલકને ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માત સ્થળેથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે.

ADVERTISEMENT
વડોદરામાં અકસ્માતમાં 1નુ મોત
વડોદરાના પાદરાના સાંગમા પેટ્રોલ પંપ સામે હિટ એન્ડ રનની ઘટના બની છે. ટ્રકચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક તુષાર પરમારનું મોત થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરુ કરી કરી છે
ADVERTISEMENT
મોડાસામાં અકસ્માત
અરવલ્લીના મોડાસા બાયપાસ પર નબીરાઓ બેફામ બન્યા છે. 2 નબીરાઓ 2 બાઈકચાલકને અડફેટે લીધા હતા. 2 બાઈકને અડફેટે લેતા કાર રોડ પર પલટી ગઈ હતી. 2 નબીરાઓ નશામાં હોવાનું જાણવા મળ્યું છે
ADVERTISEMENT
જેસિંગપૂર પાસે અકસ્માતમાં 1નું મોત
અરવલ્લી જિલ્લાના જેસિંગપૂર નજીક હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક અને ટ્રકની ટક્કરમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. બાઈક ચાલકે ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન તે રોંગ સાઈડમાં જતાં પાણીના ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે બાઈક પર સવાર અન્ય એક શખ્સને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ધોલેરા-ભાવનગર હાઈવે અકસ્માતમાં 4ના મોત
ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત બે કાર વચ્ચે થયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો અને ભાવનગરના વતની આકીબ ડબાવાલાનું મૃત્યુ થયું છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી, અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.