ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છમાં ઘોરાડ પક્ષીનું બચ્ચું ગુમ, વન વિભાગે શિકારની આશંકા વ્યક્ત કરી

કચ્છ / કચ્છમાં ઘોરાડ પક્ષીનું બચ્ચું ગુમ, વન વિભાગે શિકારની આશંકા વ્યક્ત કરી

Published By: Priyankka Triveddi

Last Updated: 08:01 PM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે ચાલી રહેલા પ્રયાસો વચ્ચે એક તરફ ચિંતાજનક ઘટના સામે આવી છે તો બીજી તરફ નવા પ્રયાસોની તૈયારી પણ શરૂ થઈ છે, જેના કારણે વન્યજીવન પ્રેમીઓમાં ચિંતા સાથે આશા બંને જોવા મળી રહી છે.

ADVERTISEMENT

Kutch Great Indian Bustard: કચ્છમાં ઘોરાડ પક્ષી (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ)ના જતન માટે ચાલી રહેલા પ્રયાસો વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જન્મેલું ઘોરાડ પક્ષીનું બચ્ચું અચાનક ગુમ થઈ જતાં વન વિભાગે તેની શિકાર થવાની આશંકા વ્યક્ત કરી છે. કેટલાક દિવસોથી બચ્ચું ન દેખાતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં પણ વન વિભાગની ટીમ દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના વચ્ચે પક્ષી સંરક્ષણ માટેના પ્રયાસોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઉભી થઈ છે.

ગુજરાતમાં ઘોરાડ પક્ષીની સંખ્યા વધારવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઘણા વર્ષોથી નવા બચ્ચાંનો જન્મ ન થતાં, માર્ચ 2026માં રાજસ્થાનથી કૃત્રિમ રીતે ફળદ્રુપ કરેલું ઈંડું લાવવામાં આવ્યું હતું, જેમાંથી સફળતાપૂર્વક બચ્ચાનો જન્મ થયો હતો. આ બચ્ચું ઉડવા માટે સક્ષમ બનતું હતું અને તેના પર સતત નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું હતું. પ્રથમ પ્રયોગ સફળ જતા હવે રાજ્યમાં ફરીથી અન્ય કેન્દ્રોમાંથી ઈંડાં લાવીને બીજો પ્રયાસ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારત સરકાર અને વાઈલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સંકલન દ્વારા આ પ્રજનન કાર્યક્રમ આગળ વધારવામાં આવી રહ્યો છે.

વન વિભાગ દ્વારા ઘોરાડ પક્ષીની સંખ્યા વધે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બે ઘોરાડ પક્ષીઓને ટેગ પણ કરવામાં આવ્યા છે, જેથી તેમની હિલચાલ પર નજર રાખી શકાય. આગામી સમયમાં પણ આ દુર્લભ પક્ષીના સંરક્ષણ માટે વિવિધ પગલાં લેવામાં આવશે. કચ્છ વિસ્તાર ઘોરાડ માટે અનુકૂળ હોવાને કારણે અહીં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને પક્ષીની સંખ્યા વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લેવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: આવતીકાલે મોબાઈલમાં અચાનક સાયરન વાગે તો ગભરાશો નહીં, કેન્દ્ર સરકારનો ખાસ એલર્ટ ટેસ્ટ

આ સાથે જ ગુજરાતમાં જલ્દી જ ચિત્તા લાવવાના આયોજનને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ચાલુ વર્ષમાં જ ચિત્તાની પ્રથમ બેચ ગુજરાતમાં લાવવામાં આવશે અને તેને કચ્છના બન્ની વિસ્તારમાં બનાવાયેલા 600 હેક્ટર વિસ્તારના કન્ઝર્વેશન સેન્ટરમાં રાખવામાં આવશે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટી દ્વારા કેટલાક ફેરફારો સૂચવાયા છે અને તે અનુસાર કામગીરી ચાલી રહી છે. ચોમાસા પહેલા અથવા પછી ચિત્તા લાવવામાં આવી શકે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ગુજરાતમાં વન્યજીવન સંરક્ષણને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Wildlife Bird Conservation India Great Indian Bustard

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ