ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આવતીકાલે મોબાઈલમાં અચાનક સાયરન વાગે તો ગભરાશો નહીં, કેન્દ્ર સરકારનો ખાસ એલર્ટ ટેસ્ટ

એલર્ટ / આવતીકાલે મોબાઈલમાં અચાનક સાયરન વાગે તો ગભરાશો નહીં, કેન્દ્ર સરકારનો ખાસ એલર્ટ ટેસ્ટ

Published By: Priyankka Triveddi

Last Updated: 06:46 PM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં આવતીકાલે 2 મેના રોજ મોબાઈલ પર અચાનક જોરદાર સાયરન સાંભળવા મળે તો ગભરશો નહીં. કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે એલર્ટ ટેસ્ટ.

ADVERTISEMENT

NDMA Cell Broadcast Test: મોબાઈલમાં અચાનક જોરદાર સાયરન વાગે તો ગભરાવાની જરૂર નથી કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 2 મે 2026ના રોજ દેશના વિવિધ વિસ્તારોમાં આ ટેસ્ટિંગ હાથ ધરાશે. જેમાં તમારા મોબાઈલ પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)નો મેસેજ દેખાશે. આ એક ટ્રાયલ છે અને તેમાં કોઈ ખતરો નથી તેથી મેસેજ મળતા જ ગભરાશો નહીં અને કોઈ ખાસ પગલાં લેવાની જરૂર પણ નથી. આ પરીક્ષણનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આપત્તિના સમયમાં લોકોને ઝડપથી માહિતી પહોંચાડવાનો છે.

શું છે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ?

આ એલર્ટ સિસ્ટમ ‘કોમન એલર્ટિંગ પ્રોટોકોલ’ પર આધારિત છે અને તે પહેલેથી જ દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા ચોક્કસ વિસ્તારમાં હાજર મોબાઈલ યુઝર્સને સીધો મેસેજ મોકલવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ મેસેજ માત્ર તે જ વિસ્તારના લોકોને મળશે જ્યાં જોખમ હોય. SMS અથવા ફ્લેશ એલર્ટ દ્વારા આપત્તિ સંબંધિત ચેતવણી મોકલાશે જેથી લોકો સમયસર સચેત થઈ શકે. આ સિસ્ટમ સેકન્ડોમાં લાખો લોકો સુધી પહોંચે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે.

આપત્તિના સમયે કેવી રીતે મદદરૂપ થશે?

આ સિસ્ટમનો મુખ્ય હેતુ કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ જેવી કે ભૂકંપ, સુનામી, વીજળી પડવી કે ગેસ લીકેજ જેવી પરિસ્થિતિઓમાં લોકોને ઝડપથી ચેતવણી આપવાનો છે. જ્યારે એલર્ટ આવશે ત્યારે તમારો ફોન સાયલન્ટ મોડમાં હોવા છતાં જોરદાર એલાર્મ વાગશે અને સ્ક્રીન પર ફ્લેશ મેસેજ દેખાશે. આથી લોકો તરત જ સચેત થઈ શકે અને સુરક્ષિત સ્થળે પહોંચી શકે. આ ટેસ્ટિંગ C-DOT દ્વારા વિકસિત સ્વદેશી ‘સચેત’ (SACHET) સિસ્ટમ હેઠળ કરવામાં આવી રહ્યું છે, જે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજથી ફરજિયાત હેલ્મેટની અમલવારી, સરકારી કચેરીઓમાં ચેકિંગ શરૂ

કોને મળશે એલર્ટ અને શું રાખવું ધ્યાનમાં?

હાલમાં આ પરીક્ષણ માત્ર તે જ મોબાઈલમાં જોવા મળશે જેમાં ‘ટેસ્ટ એલર્ટ’ ઓપ્શન ચાલુ હશે. પરંતુ ભવિષ્યમાં આ સિસ્ટમ તમામ મોબાઈલ ફોનમાં કાર્યરત થશે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ માત્ર એક પરીક્ષણ છે અને તેમાં કોઈપણ પ્રકારની ગભરાટ ફેલાવવાની જરૂર નથી. જો તમારા ફોનમાં આ સાયરન વાગે અને મેસેજ આવે, તો તેને ગંભીરતા સાથે વાંચવો, પરંતુ ગભરાવું નહીં. આ પ્રયોગથી ભવિષ્યમાં આપત્તિના સમયમાં વધુ અસરકારક રીતે લોકોના જીવ બચાવી શકાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cell Broadcast Alert NDMA Alert Test Mobile Siren Alert

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ