ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વડોદરાના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં આજથી ફરજિયાત હેલ્મેટની અમલવારી, સરકારી કચેરીઓમાં ચેકિંગ શરૂ

ટ્રાફિક ડ્રાઈવ / ગુજરાતમાં આજથી ફરજિયાત હેલ્મેટની અમલવારી, સરકારી કચેરીઓમાં ચેકિંગ શરૂ

Published By: Priyankka Triveddi

Last Updated: 04:50 PM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજે પહેલી મેથી હેલ્મેટ ડ્રાઈવ ફરી શરૂ કરવામાં આવી છે. રાજ્યના પાટનગર સહિત રાજકોટ અને વડોદરામાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

Gujarat Helmet Drive: આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસથી જ ટ્રાફિક પોલીસ પણ ફરી એક્શનમાં આવી છે. ગાંધીનગર ઉપરાંત રાજકોટ અને વડોદરામાં આજથી સઘન હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે ઘણા લોકોનું કહેવું છે કે.,

રાજકોટમાં હેલ્મેટ ડ્રાઇવનો પ્રારંભ

રાજકોટ શહેરમાં આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ ન પહેરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં દંડ વસૂલાત અને નિયમોનું પાલન કરાવવા માટે ખાસ ચેકિંગ હાથ ધરાયું છે. ટ્રાફિક પોલીસનો ઉદ્દેશ માર્ગ અકસ્માતોમાં ઈજા અને મૃત્યુના પ્રમાણમાં ઘટાડો લાવવાનો છે. પરંતુ ઉનાળાની ગરમી વચ્ચે હેલ્મેટ ફરજિયાત બનાવવાના નિર્ણયને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

લોકોમાં આક્રોશ અને પ્રશ્નો ઉઠ્યા

હેલ્મેટને લઈને શહેરમાં લોકોમાં રોષ ફેલાયો છે. ઘણા સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી પહેલા આ નિયમ કેમ લાગુ કરવામાં આવ્યો નહોતો. લોકો કહે છે કે “ચૂંટણીમાં મત આપીને બહુમતી આપી, હવે તેની સજા ભોગવવી પડી રહી છે.” કેટલાક લોકોનું માનવું છે કે ચૂંટણી પૂરી થતાં જ હેલ્મેટનો નિયમ કડક બનાવવામાં આવ્યો છે, જે યોગ્ય નથી. ઉનાળાની તીવ્ર ગરમીમાં હેલ્મેટ પહેરવું મુશ્કેલ હોવાનું જણાવી લોકો આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી રહ્યા છે.

વડોદરામાં ફરજિયાત હેલ્મેટ અમલવારી

ગુજરાતમાં આજથી હેલ્મેટ ફરજિયાત બનાવવાના નિયમની અમલવારી શરૂ કરવામાં આવી છે. આગામી એક મહિના સુધી રાજ્યભરમાં વિવિધ સ્થળોએ હેલ્મેટ ડ્રાઇવ ચલાવવામાં આવશે. જેમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરાશે. વડોદરામાં ખાસ કરીને સરકારી કચેરીઓ બહાર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કલેક્ટર કચેરી, પોલીસ ભવન અને કોઠી કચેરી ખાતે હેલ્મેટ વિના આવતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. હેલ્મેટ વગર આવતા કર્મચારીઓ અને નાગરિકોને મેમો આપવામાં આવી રહ્યો છે.

નાગરિકોમાં બહાનાબાજી અને મિશ્ર પ્રતિસાદ

હેલ્મેટ ફરજિયાત બનતા ઘણા નાગરિકો વિવિધ બહાનાઓ રજૂ કરતા જોવા મળ્યા છે. કેટલાક લોકો કહે છે કે તેમને નવા કાયદાની ખબર નથી, તો કેટલાક હેલ્મેટ પહેરવું અસુવિધાજનક હોવાનું જણાવી રહ્યા છે. ઉનાળાની ગરમીમાં હેલ્મેટ પહેરવાથી ગુંગળામણ થાય છે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. છતાં, પ્રશાસનનો ભાર છે કે સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી છે અને નિયમોનું પાલન કરવું જ પડશે. આ મુદ્દે નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જ્યાં એક તરફ સુરક્ષાને પ્રાથમિકતા આપનાર લોકો છે, તો બીજી તરફ અસંતોષ વ્યક્ત કરનારાઓ પણ છે.

પાટનગર ગાંધીનગરમાં ડ્રાઈવનું નબળું અમલીકરણ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિક ડ્રાઈવની શરૂઆત જ નિરસ રહી છે. ટ્રાફિક નિયમોના કડક અમલ માટે મે મહિનામાં ખાસ ડ્રાઈવ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. છતાં પ્રથમ દિવસે જ કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળી નથી. રાજ્યભરમાં હેલ્મેટ અને ટ્રાફિક નિયમોને લઈને ખાસ અભિયાન શરૂ કરવાના આદેશ હોવા છતાં ગાંધીનગરમાં ડ્રાઈવનું સૂરસૂરિયું જોવા મળ્યું, જે “પ્રથમ ગ્રાસે મક્ષિકા” જેવી સ્થિતિ દર્શાવે છે.

આ પણ વાંચો: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 2.9ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભય

આદેશ છતાં કામગીરીમાં ઉણપ પર સવાલો

સુરતમાં હેલ્મેટ ડ્રાઈવના અમલીકરણને ધ્યાનમાં રાખીને અન્ય શહેરોમાં પણ ખાસ ડ્રાઈવ હાથ ધરવા સૂચના અપાઈ હતી. પોલીસ મહાનિરીક્ષક દ્વારા રાજ્યભરમાં કડક અમલ માટે આદેશ આપવામાં આવ્યા હતા, છતાં ગાંધીનગરમાં પહેલેજ દિવસે કોઈ ડ્રાઈવ ન થતાં તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. નિયમોના અસરકારક અમલ માટે માત્ર આદેશ પૂરતા નથી, પરંતુ મેદાન પર કાર્યક્ષમ અમલીકરણ જરૂરી હોવાનું સ્પષ્ટ બન્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Traffic Drive Gujarat Road Safety Drive Helmet Rule Enforcement

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ