બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / પડશે કમોસમી વરસાદ, આવશે હવામાનમાં પલટો, ભરશિયાળે અંબાલાલે કરી માવઠાની આગાહી
Last Updated: 12:51 PM, 30 December 2025
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીની અસર વર્તાઇ રહી છે. નલિયા સહિત ગુજરાતના દરેક શહેરમાં ઠંડીએ માઝા મૂકી છે ત્યારે તે વચ્ચે હવામાન એક્સપર્ટ અંબાલાલે બહાર શિયાળે માવઠાની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ આગામી 24 કલાકમાં કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
ADVERTISEMENT
અંબાલાલે આ સાથે ખેડૂતોને સાવધાન રહેવા ચેતવણી આપી છે. રાજ્યના હવામાનમાં ફેરબદલની આગાહી સાથે તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. એટલે કે રાજ્યમાં એકસાથે બેવડી ઋતુનો અનુભવ થશે. આહમી 48 કલાકમાં તાપમાન હજુ 2 થી 3 ડિગ્રી નીચું જવાની શક્યતા છે. તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. જો આમ થશે તો જાન્યુઆરી મહિનામાં આકરી ઠંડી પાડવાની શક્યતા છે. રાજ્યમાં આજે કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે, જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાન બદલાઈ શકે છે અને અમદાવાદ-ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. ઉપરાંત જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં આકરી ઠંડી પડવાની પણ શક્યતા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જે વધુ ચિંતા ઊભી કરી શકે છે.રાધનપુર, સુઈગામ, મહેસાણા,પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, ડીસા,ગાંધીનગર,અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગરમાં વાતાવરણમા પલટો આવશે. 6થી 14 જાન્યુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે. જ્યારે 11થી 18 જાન્યુઆરી સુધી આકરી ઠંડી પડશે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં પશ્ચિમી વિક્ષેપો સક્રિય થતાં ગુજરાતના હવામાનમાં બદલાવ આવી શકે છે. માર્ચ મહિના સુધી પશ્ચિમી વિક્ષેપોના કારણે હવામાનમાં પલટો જોવા મળશે અને આ દરમિયાન કમોસમી વરસાદ થવાની પણ શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં વાદળવાયુ અથવા હળવા વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT

જ્યારે મધ્ય ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ અને વિરમગામ સહિતના વિસ્તારોમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે 11 જાન્યુઆરી આસપાસ તેમજ 18 જાન્યુઆરીના અંતે રાજ્યમાં ભારે અને આકરી ઠંડી પડશે. ઉત્તરાયણ દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ધુમ્મસને કારણે રેલવે અને હવાઈ મુસાફરીમાં વિલંબ થશે. વિઝિબિલિટી ઘટતાં અકસ્માતની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. ઉત્તરાયણ આસપાસ વાદળછાયુ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના દિવસે બપોર પછી પવનની દિશા બદલાશે અને વાતાવરણમાં ફેરફાર થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.