ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણના MLA કિરીટ પટેલ આપશે રાજીનામું? અંદરોઅંદર ચાલતા જૂથવાદથી છે નારાજ
Last Updated: 12:22 PM, 30 December 2025
ADVERTISEMENT
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસમાં ચાલી રહેલ જૂથવાદને લઈ રાજીનામું આપે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. કોંગ્રેસના દંડક પદેથી કિરીટ પટેલ રાજીનામું આપે તેવી સંભાવના છે. પક્ષમાં પોતાની અવગણનાથી ધારાસભ્ય કિરીટ પટેલે નારાજ છે. તેમજ પાટણમાં અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખની નિમણૂંકથી પણ તેઓ અસંતોષ છે. જિલ્લાના હોદ્દેદારોની નિમણૂંક સામે કિરીટ પટેલ નારાજગી જાહેર કરી ચૂક્યા છે. પક્ષમાં સાચા કાર્યકર્તાઓની કદર ન થતી હોવાનો કિરીટ પટેલે દાવો કર્યો છે. વિરોધીઓને પાર્ટીમાં હોદ્દા આપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસમાં ચાલી રહેલ જૂથવાદને લઈ દંડક પદેથી રાજીનામું આપે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. કોંગ્રેસના દંડક પદેથી કિરીટ પટેલ રાજીનામું આપે તેવી સંભાવના છે. પક્ષમાં પોતાની અવગણનાથી ધારાસભ્ય કિરીટ પટેલે નારાજ છે. તેમજ પાટણમાં અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખની નિમણૂંકથી પણ તેઓ અસંતોષ છે. જિલ્લાના હોદ્દેદારોની નિમણૂંક સામે કિરીટ પટેલ નારાજગી જાહેર કરી ચૂક્યા છે. પક્ષમાં સાચા કાર્યકર્તાઓની કદર ન થતી હોવાનો કિરીટ પટેલે દાવો કર્યો છે. વિરોધીઓને પાર્ટીમાં હોદ્દા આપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પહેલા કોંગ્રેસ મા કકરાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ પાટણ જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલયમા નારાજગીને લઈ તાળાબંધી કરવામાં આવી હતી. જેનુ મુખ્ય કારણ કે પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ તરીકે જયાબેન શાહની નિમણુંક કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે કોંગ્રેસ ના પાટણ ઘારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના અનુસૂચિત જાતિ ના પૂર્ણ પ્રમુખ સહિતના કાર્યકરોએ નોઘાવ્યો હતો.
ADVERTISEMENT
વિરોઘ જેના ભાગ રૂપે નવા નિમાયેલા પ્રમુખ જયાબેન સાહે પણ આપી પોતાની પ્રતિક્રિયા જેમાં તેવોએ જણાવ્યું હતુ કે લોકશાહીમા વિરોઘ કરવો એ વ્યાજબી છે. પરંતુ કેવી રીતે કરવોએ સમજ શક્તિનો પરખ છે. એક મહિલા તરીકે મારી અનુસૂચિત જાતિ ના પ્રમુખ તરીકે મારી નિમણુંક કરાઈ છે એ પણ મહિલા સશક્તિ કરણ અભિયાનના ભાગ રૂપે અને વિરોઘમા એક મહિલા તરીકે સ્વીકારવામાં આવે કોઈ નાતી જાતિના વાડામાં ન મુકો જયારે મોવડી મંડળે મને જયારે મુકવામાં આવી છે. ત્યારે વર્ષોથી પાર્ટી સાથે કામ કર્યું છે અને પક્ષ ની વફાદાર તરીકે કામ કર્યું છે પાર્ટી દ્વારા જયારે પણ કોઈ પણ જવાબદારી આપીએ નિષ્ઠાપૂર્વક વિભાવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત, વાપીમાં બાઈક અકસ્માતમાં બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો
એ કામગીરી જોઈને મને મહુડી મંડળના રાષ્ટ્રીય ચેરમેન રાજેન્દ્ર ગૌતમ અને અમિત ચાવડાની સૂચનાથી અનુસૂચિત જાતિના ચેરમેન તરીકે નિમણુંક કરાઈ છે ત્યારે જે કોંગ્રેસના નેતાઓ કે કાર્યકરોએ વિરોઘ નોઘાવ્યો છે. તેવોના નામ લીધા વગર જયાબેને જણાવ્યું કે એ એમની માનસિકતા છે મારી નહીં હું તો કોંગ્રેસની વફાદાર સૈનિક છુ અને મોવડી મંડળ જે પણ આદેશ કરશે એને હું માન્ય રાખીશ કારણ કે મેં ક્યારે કોઈને મારા વિરોઘી તરીકે જોયા નથી અને કોંગ્રેસમા જે પણ નાનું મોટુ મન દુઃખ થયું છે એ બધા ભેગા બેસી સમાઘાન કરી નાંખીશુ અને મોવડી મંડળે મને જે આપ્યું છે તે નિર્ણય મોવડી મંડળ બદલે તો મારો કોઈ વિરોઘ નથી તેમ તેવોએ જણાવ્યું હતુ. ત્યારે જોવાનું રહ્યું કોંગ્રેસનો કકળાટ ક્યારે શાંત પડે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.