ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત, વાપીમાં બાઈક અકસ્માતમાં બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો
Last Updated: 11:43 AM, 30 December 2025
ADVERTISEMENT
વલસાડમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વાપીના છરવાડા સલવાવ માર્ગ પર અકસ્માત સર્જાતા બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક મિત્રનું સારવાર દરમ્યાન મોત થવા પામ્યું હતું.
ADVERTISEMENT

અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
ADVERTISEMENT
વલસાડામ વાપી ખરવાડા સલવાવ રોડ પર વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી હતી. બાઈક અકસ્માતમાં બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. વાપીના છરવાડા સલવાવ રોડ પર ઘટના બની હતી. પુર ઝડપે દોડતુ બાઈક સ્લીપ થતા વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. બાઈકનું સાઈડ સ્ટેન્ડ રોડના બમ્પર સાથે અથડાતા ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આ અકસ્માતની ઘટનામાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્યનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થીઓ ક્રિકેટ રમીને ઘરે પરત ફરી રહ્યા હતા. બે વિદ્યાર્થીઓના મોતને કારણે પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
વલસાડમાં વધુ એક એકસ્માતમાં બે લોકોના મોત#valsad #valsadnews #Accident #AccidenteVial pic.twitter.com/dTpGwiuU6k
— news (@v181989) December 30, 2025
ADVERTISEMENT
એકનું ઘટના સ્થળે મોત અન્યનું સારવાર દરમિયાન મોત
વાપીના છરવાડા ખાતે આવેલ પ્રમુખ રેસિડેન્સીમાં રહેતા અને ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો. 10 માં અભ્યાસ કરતા સ્વરાજ અવાડ તેમજ તેમનો મિત્ર અભિવન સાથે ક્રિકેટ મેચ રમવા માટે ગયા હતા. સાંજના સુમારે બંને મિત્ર બાઈક લઈને પરત ફરી રહ્યા હતા. સ્વરાજ બાઈક હંકારી રહ્યો હતો તેમજ તેનો મિત્ર અભિનવ બાઈક પાછળ બેઠો હતો. છરવાડાથી સલવાવ જવાના માર્ગ પર અચાનક બાઈકના ચાલકે કાબુ ગુમાવતા બાઈક રોડ પર સ્લીપ ખાઈ જતા સ્વરાજને માથાના ભાગે ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અભિનવને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન અભિનવનું પણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતને લઈ મૃતક અભિનવના સબંધી સોનુરામ સૈનીએ ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વડોદરામાં તંત્રની બેદરકારીનો ભોગ બન્યો યુવક, મ્યુનિસિપલ કમિશનરે કરી કડક કાર્યવાહી
કાર પલટી જતા બે યુવકના મોત
ADVERTISEMENT
સુરેન્દ્રનગરના હરીપર ગામ પાસે કાર પલ્ટી જતા બે યુવકના મોત નિપજ્યા હતા. કારમાં સવાર અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર કાર ચાલકે સ્ટિયરિગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે સ્થળ પર જઈને કાર્યવાહી હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.