ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં તંત્રની બેદરકારીનો ભોગ બન્યો યુવક, મ્યુનિસિપલ કમિશનરે કરી કડક કાર્યવાહી

તપાસ / વડોદરામાં તંત્રની બેદરકારીનો ભોગ બન્યો યુવક, મ્યુનિસિપલ કમિશનરે કરી કડક કાર્યવાહી

Published By: Vishal Khamar

Last Updated: 09:46 AM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના માંજલપુરમાં ડ્રેનેજમાં પડી જા યુવકના મોતનાં કેસ મામલે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારારા જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ADVERTISEMENT

વડોદરાના માંજલપુરમાં ડ્રેનેજમાં પડી જવાથી યુવકના મોત કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રના પાપે યુવકના મોત કેસમાં જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નિવૃત પોલીસ અધિકારીના દીકરાના મોત કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે યુવકના મોત કેસની ગંભીરતા જોતા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગંભીર બેદરકારી દાખવનાર આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વિપુલસિંહ ઝાલાનું રવિવારે મેન હોલમાં પડી જવાથી મોત થયું હતું. પાણી પુરવઠાના આસિ. એન્જિનિયર અતુલ ગણેશ ભલગામિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે નાયબ કાર્યપાલક ઈજનર હરિકૃષ્ણ લાલજી મીનાને શોકોઝ નોટિસ અપાઈ છે.

Vadodara : વડોદરા શહેરમાં ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે. વિગતો મુજબ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ખુલ્લો પડેલો ડ્રેનેજ મેન હોલ એક યુવાન માટે કાળ સાબિત થયો. આ દુર્ઘટનામાં વિપુલસિંહ ઝાલા નામના યુવકનું મોત થયું છે. તેઓ નિવૃત્ત DySPના પુત્ર હતા.

શું હતી સમગ્ર ઘટના ?

વિગતો મુજબ નિવૃત્ત DySPના પુત્ર વિપુલસિંહ ઝાલા ચાલીને ઘરે જઈ રહ્યા હતા. આ તરફ રસ્તા પર યોગ્ય લાઇટ ન હોવાના કારણે અને મેન હોલ ખુલ્લો હોવાને કારણે તેઓ ધ્યાન ન આપી શક્યા અને સીધા તેમાં પડી ગયા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ મેનહોલમાં ઉતરી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો.

આ ઘટના બાદ પરિવારમાં ભારે શોક અને આક્રંદ છવાયો છે. એક જવાબદાર પરિવારનો યુવાન દીકરો માત્ર તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવી બેઠો. બીજી તરફ આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શહેરમાં ખુલ્લા મેનહોલ કેમ રાખવામાં આવે છે? શું આટલી મોટી બેદરકારી માટે કોઈ જવાબદાર નથી?

આ પણ વાંચો : VIDEO: ભરૂચમાં ડમ્પર ચાલકોનો આતંક યથાવત, મહિલા બાઈક ચાલકને લીધી અડફેટે

સળગતા સવાલ

  • ડ્રેનેજ મેન હોલને ખુલ્લો કેમ રાખવામાં આવ્યો?
  • વારંવાર કોઈને કોઈ ઘટના બનવા છતાં કેમ ઊંઘી રહ્યું છે તંત્ર?
  • શું કોઈનો જીવ જાય પછી જ તંત્રને પોતાની ભૂલ સમજાય છે?
  • ડ્રેનેજ મેન હોલમાં પડવાથી યુવકના મોત માટે જવાબદાર કોણ?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Vadodara News Vadodara Municipal Corporation

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ