ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / VIDEO: ભરૂચમાં ડમ્પર ચાલકોનો આતંક યથાવત, મહિલા બાઈક ચાલકને લીધી અડફેટે

અકસ્માત / VIDEO: ભરૂચમાં ડમ્પર ચાલકોનો આતંક યથાવત, મહિલા બાઈક ચાલકને લીધી અડફેટે

Published By: Mit Soni

Last Updated: 08:48 PM, 26 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસે ને દિવસે ડમ્પર ચાલકો બેફામ થતા જાય છે અને નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે ભરૂચ જીલ્લામાંથી વધુ એક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લિંક રોડ પર ભયાનક અકસ્માત થયો હતો. શક્તિનાથ નજીકથી પસાર થતા એક ડંપર ચાલકે મહિલા ચાલકને ડક્કર મારી હતી કમનસીબે મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો.

ADVERTISEMENT

ભરૂચમાં ભારે વાહનો ખાસ કરીને ડમ્પર ચાલકની ભૂલને કારણે ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. ભરૂચ લિંક રોડ પર શક્તિનાથ મહાદેવ મંદિર નજીક હાઈવા ડમ્પરે એક મહિલાને અડફેટે લેતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચલાવી રહેલી મહિલાનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે મહિલા બાઈક પર જઈ રહી હતી તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે અચાનક ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક રોડ પર ફંગોળાઈ ગયું અને મહિલા બાઈક સાથે નીચે પટકાઈ હતી, પરંતુ કમનસીબે મહિલાનો ચમત્કારીક બચાવ થયો હતો.

vtv app promotion

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. , જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ડમ્પર ચાલક બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપે ડમ્પર હંકારી રહ્યો છે. CCTVમાં દેખાય છે કે રોડ મહિલાને કેવી રીતે ડમ્પર ચાલક અડફેટે લે છે.

વધુ વાંચો: 'સમાજે મોટા કર્યા તેનું તો ધ્યાન રાખો' સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્ન પર બોલ્યાં અલ્પેશ કથિરીયા

આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોએ માંગ કરી છે કે ભરૂચ શહેર અને ખાસ કરીને લિંક રોડ પર હાઈવા ડમ્પરોવાળા સામે કાર્યવાહી કરવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch Accident Hyva Dumper Accident Dumper Terror

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ