બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'સમાજે મોટા કર્યા તેનું તો ધ્યાન રાખો' સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્ન પર બોલ્યાં અલ્પેશ કથિરીયા
Last Updated: 06:43 PM, 26 December 2025
Aarti Sangani-Devang Gohel Controversy : તાજેતરમાં લોકપ્રિય ગાયિકા આરતી સાંગાણીના પ્રેમલગ્નને લઈને સમાજમાં અને સોશિયલ મીડિયામાં પર ચારેકોર અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. આ મુદ્દે સમાજના વિવિધ આગેવાનો અને અગ્રણીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. કેટલાકે જવાબદારી અને સંસ્કારની વાત કરી છે, તો કેટલાકે વ્યક્તિગત સ્વતંત્રતાને મહત્વ આપ્યું છે.
ADVERTISEMENT
શું કહ્યું અલ્પેશ કથીરિયાએ ?
આ મુદ્દે પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, સમાજ અને પરિવાર વ્યક્તિને ઊભો કરે છે તેથી સમાજ પ્રત્યે જવાબદારી રાખવી જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ આરતી સાંગાણીના માતા-પિતા ચિંતામાં છે અને પોતાની દીકરીને શોધી રહ્યા છે. તેમણે આ પણ જણાવ્યું કે, આ ઘટનામાં જોડાયેલા લોકો ખુલ્લેઆમ સામે નથી આવી રહ્યા, જેના કારણે ગૂંચવણ વધી રહી છે.
ADVERTISEMENT
અલ્પેશ કથીરિયાનું માનવું છે કે, જે લોકો જાહેર જીવનમાં હોય છે, ખાસ કરીને સ્ટેજ પર રહેતા કલાકારો, તેમની ઉપર વિશેષ જવાબદારી હોય છે. તેમણે કહ્યું કે, પસંદગીની સ્વતંત્રતા હોવી જોઈએ પરંતુ તેની પાછળ છુપાયેલા પરિણામો પણ સમજવા જોઈએ. તેમણે દરેક દીકરીને આ ઘટનામાંથી શીખ લેવા માટે કહ્યું અને માતા-પિતાની મંજૂરીનું મહત્વ સમજાવ્યું.
ADVERTISEMENT
શું કહ્યું પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળીયાએ ?
ADVERTISEMENT
પાટીદાર અગ્રણી પરસોતમ પીપળિયાએ થોડું અલગ દૃષ્ટિકોણ રજૂ કર્યો. તેમના કહેવા મુજબ કોઈપણ પુખ્ત વયનો વ્યક્તિ પોતાના જીવનસાથીની પસંદગી કરવા માટે સ્વતંત્ર છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો વ્યક્તિનું પાત્ર સારું હોય તો પ્રેમલગ્નમાં કોઈ વાંધો નથી. પરસોતમ પીપળિયાએ આ પણ જણાવ્યું કે, પ્રેમલગ્ન કરનારોએ સારા-નરસાનો વિચાર જરૂર કરવો જોઈએ. સમાજમાં આવા લગ્નનો વિરોધ થઈ શકે છે, પરંતુ કાયદાકીય રીતે તેને રોકી શકાય નહીં. જોકે તેમણે એ પણ ઉમેર્યું કે સમાજને ન ગમતા અથવા અન્ય ધર્મમાં થતા લગ્નને લઈને સામાજિક અસંતોષ જોવા મળે છે.
આવો જાણીએ શું કહ્યું આરતી સાંગાણીના પિતા સંજયભાઈ સાંગાણીએ ?
ADVERTISEMENT
આરતી સાંગાણીના પિતા સંજયભાઈ સાંગાણીએ VTV NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓએ પોતાની દીકરીને દીકરા સમાન માનીને ઉછેરી હતી. પરિવાર અને સમાજના વિરોધ છતાં પણ દીકરીના સપનાઓ પૂરાં થાય તે માટે તેઓએ હંમેશા તેનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે, “મેં આંખ બંધ કરીને દીકરી પર વિશ્વાસ કર્યો હતો, પણ આજે મને એવું લાગે છે કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે.” તેમના જણાવ્યા પ્રમાણે, આ ઘટના માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર બાબત છે. છેલ્લા દસ દિવસથી પરિવાર અને સમાજ ચિંતામાં મુકાયો છે. આરતીએ જે પગલું ભર્યું છે તેનાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ સાથે સંજયભાઈએ વધુમાં કહ્યું કે, 16 તારીખે આરતી સાથે ભાવનગર-મેંદરડા પ્રોગ્રામ પૂર્ણ કરીને બસમાં પરત ફરવાની વાત થઈ હતી. પરંતુ ત્યારબાદ અચાનક તેનો ફોન બંધ થઈ ગયો. લાંબા સમય સુધી સંપર્ક ન થતાં 17 તારીખે આરતી ગુમ થયાની ફરિયાદ નોંધાવવાની ફરજ પડી.
ADVERTISEMENT
સરકારને પણ કરી અપીલ
આ સાથે આરતી સાંગાણીના પિતા સંજયભાઈ સાંગાણીએ સરકારને પણ અપીલ કરી છે કે, જે પ્રકારની વિચારણા ચાલી રહી છે તે જલ્દી અમલમાં આવે, જેથી આવી ઘટનાઓ રોકી શકાય. તેમણે ખાસ કરીને દરેક સમાજના માતા-પિતાને સંદેશ આપ્યો કે દીકરીઓ પર વિશ્વાસ રાખવો જરૂરી છે, પણ સાથે જ તેમને સાચો માર્ગ પણ બતાવવો એટલો જ મહત્વનો છે.

આ પણ વાંચો : 'દિકરીએ વિશ્વાસઘાત કર્યો' સુરતમાં પ્રેમલગ્ન કરનાર સિંગર આરતી સાંગાણીના પિતા રડી પડ્યાં
શું છે સમગ્ર મામલો ?
સુરતની પાટીદાર સમાજની જાણીતી સિંગર આરતી સાંગાણીએ તાજેતરમાં જ તબલા ઉસ્તાદ સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે તેમના આ નિર્ણયથી સોશિયલ મીડિયામાં કેટલાક લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે સિંગર આરતી સાંગાણીનો એક વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ પોતાના પ્રેમલગ્નને લઈ વાત કરી રહ્યા છે.
આરતી સાંગાણીએ સમગ્ર મામલે એક વિડીયોમાં મોટું નિવેદન આપ્યું છે. તેમના વિડીયોમાં તેમણે કહ્યું કે, જય માતાજી જય ખોડિયારમાં હું આરતી સાંગાણી અને મારા જીવન સાથી દેવાંગ ગોહેલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે, હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે, એનાથી અમને તો કોઈ વિરોધ નથી પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવો એ શું કઈ ગુનો છે ? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું કે તમે જ્યાં બેટી બચાવો બેટી બઢાવના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવન સાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આજ સુધી મને 18એ વર્ણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે, મળતો રહેશે. પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને લાગણી દુભાણી છે તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે, અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો. જય માતાજી...
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.