બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'દિકરીએ વિશ્વાસઘાત કર્યો' સુરતમાં પ્રેમલગ્ન કરનાર સિંગર આરતી સાંગાણીના પિતા રડી પડ્યાં
Last Updated: 06:06 PM, 26 December 2025
Aarti Sangani-Devang Gohel Controversy : સુરતના પાટીદાર સમાજની જાણીતી યુવા સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નને લઈને હાલમાં ભારે ચર્ચા અને વિવાદ સર્જાયો છે. વિગતો મુજબ અગાઉ આરતી સાંગાણીએ વીડિયો દ્વારા પોતાની વાત કહ્યા બાદ હવે તેમના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે. સિંગર આરતી સાંગાણીના પિતા સંજયભાઈ સાંગાણીએ VTV NEWS સાથેની ખાસ વાતચીત દરમિયાન તેમણે આંખમાં આંસુ સાથે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
આવો જાણીએ શું કહ્યું આરતી સાંગાણીના પિતા સંજયભાઈ સાંગાણીએ ?
આરતી સાંગાણીના પિતા સંજયભાઈ સાંગાણીએ VTV NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓએ પોતાની દીકરીને દીકરા સમાન માનીને ઉછેરી હતી. પરિવાર અને સમાજના વિરોધ છતાં પણ દીકરીના સપનાઓ પૂરાં થાય તે માટે તેઓએ હંમેશા તેનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે, “મેં આંખ બંધ કરીને દીકરી પર વિશ્વાસ કર્યો હતો, પણ આજે મને એવું લાગે છે કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે.” તેમના જણાવ્યા પ્રમાણે, આ ઘટના માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર બાબત છે. છેલ્લા દસ દિવસથી પરિવાર અને સમાજ ચિંતામાં મુકાયો છે. આરતીએ જે પગલું ભર્યું છે તેનાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ADVERTISEMENT
આ સાથે સંજયભાઈએ વધુમાં કહ્યું કે, 16 તારીખે આરતી સાથે ભાવનગર-મેંદરડા પ્રોગ્રામ પૂર્ણ કરીને બસમાં પરત ફરવાની વાત થઈ હતી. પરંતુ ત્યારબાદ અચાનક તેનો ફોન બંધ થઈ ગયો. લાંબા સમય સુધી સંપર્ક ન થતાં 17 તારીખે આરતી ગુમ થયાની ફરિયાદ નોંધાવવાની ફરજ પડી.
ADVERTISEMENT
નોંધનીય છે કે, હાલ સોશિયલ મીડિયા પર આરતીના કેટલાક વીડિયો સામે આવ્યા છે, પરંતુ તે પોતાના પિતા સાથે વાતચીત કરવા તૈયાર નથી, જે બાબત સંજયભાઈ માટે અત્યંત પીડાદાયક છે. તેમ છતાં પણ તેમણે સ્પષ્ટ કહ્યું કે, “જો મારી દીકરી પાછી આવવા માંગશે તો હું આજે પણ તેને સ્વીકારવા તૈયાર છું.”
સરકારને પણ કરી અપીલ
ADVERTISEMENT
આ સાથે આરતી સાંગાણીના પિતા સંજયભાઈ સાંગાણીએ સરકારને પણ અપીલ કરી છે કે, જે પ્રકારની વિચારણા ચાલી રહી છે તે જલ્દી અમલમાં આવે, જેથી આવી ઘટનાઓ રોકી શકાય. તેમણે ખાસ કરીને દરેક સમાજના માતા-પિતાને સંદેશ આપ્યો કે દીકરીઓ પર વિશ્વાસ રાખવો જરૂરી છે, પણ સાથે જ તેમને સાચો માર્ગ પણ બતાવવો એટલો જ મહત્વનો છે.
શું છે સમગ્ર મામલો ?
ADVERTISEMENT
સુરતની પાટીદાર સમાજની જાણીતી સિંગર આરતી સાંગાણીએ તાજેતરમાં જ તબલા ઉસ્તાદ સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે તેમના આ નિર્ણયથી સોશિયલ મીડિયામાં કેટલાક લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે સિંગર આરતી સાંગાણીનો એક વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ પોતાના પ્રેમલગ્નને લઈ વાત કરી રહ્યા છે.
ADVERTISEMENT
આરતી સાંગાણીએ સમગ્ર મામલે એક વિડીયોમાં મોટું નિવેદન આપ્યું છે. તેમના વિડીયોમાં તેમણે કહ્યું કે, જય માતાજી જય ખોડિયારમાં હું આરતી સાંગાણી અને મારા જીવન સાથી દેવાંગ ગોહેલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે, હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે, એનાથી અમને તો કોઈ વિરોધ નથી પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવો એ શું કઈ ગુનો છે ? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું કે તમે જ્યાં બેટી બચાવો બેટી બઢાવના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવન સાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આજ સુધી મને 18એ વર્ણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે, મળતો રહેશે. પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને લાગણી દુભાણી છે તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે, અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો. જય માતાજી...
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.