બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Police Bharti: ખાખી વર્દી પહેરવાનો શોખ છે? તો પહેલા જાણી લેજો શારીરિક લાયકાત
Last Updated: 01:11 PM, 4 December 2025
Gujarat Police Recruitment 2025: ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે સોનેરી તક આવી ગઈ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નોટિફિકેશન પ્રમાણે, 13000થી વધુ પદ પર ભરતી કરવામાં આવશે. આજથી આ ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025 છે. આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ADVERTISEMENT
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પીએસઆઈ અને એલઆરડીની 13591 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. સાથે જ જણાવી દઈએ કે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 35 વર્ષની હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદામાં જનરલ કેટેગરીની મહિલાઓ, અનામત કેટેગરીના મહિલા અને પુરુષ ઉમેદવારો, રમતવીરો અને પૂર્વ સૈનિકોને નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
ADVERTISEMENT
ગુજરાત પોલીસ ભરતીમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ. જ્યારે લોકરક્ષકના પદ માટે અરજી કરનાર ઉમેદવાર ધોરણ 12 પાસ, સરકાર માન્ય સંસ્થામાંથી સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવો જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાત પોલીસ ભરતી માટે મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારોની ઊંચાઈ 162 સેમી હોવી જોઈએ, છાતી ફુલાવ્યા વગર 79 સેમી અને છાતી ફુલાવીને 84 સેમી થવી જોઈએ. એવી જ રીતે અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારોની ઊંચાઈ 165 સેમી, છાતી ફુલાવ્યા વગર 79 સેમી અને છાતી ફુલાવીને 84 સેમી થવી જોઈએ. જણાવી દઈએ કે છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો 5 સેમી થવો જરૂરી છે. મહિલા ઉમેદવારો માટે પણ ઊંચાઈ નક્કી કરવામાં આવી છે. મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિની મહિલા ઉમેદવારોની ઊંચાઈ 150 સેમી અને અનુસુચિત જન જાતિ સિવાયની તમામ મહિલા ઉમેદવારોની ઊંચાઈ 155 સેમી હોવી જરૂરી છે.
આ પણ વાંચો: હાડ થિજવતી ઠંડીએ લીધો 30 વર્ષીય યુવકનો જીવ, એ પણ ઊંઘમાં, જાણો ઉપાય
ADVERTISEMENT
ગુજરાત પોલીસમાં ભરતી માટે ઉમેદવારોમાં જો કોઈ પણ પ્રકારની એક કે વધારે શારીરિક ખામી હશે તો તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે. આ શારીરિક ખામીઓમાં - વાંકાં ઢીંચણવાળા, ફૂલેલી છાતી, ત્રાંસી આંખ, સપાટ પગ, કાયમી અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગુઠો, અસ્થિભંગ અંગ, સડેલા દાંત, ચેપી ચામડીના રોગ, રંગ અંધત્વની ખામી જેવી ખામીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે જેલ સિપોઈને રંગ અંધત્વની ખામી લાગુ પડતી નથી.
ADVERTISEMENT
જણાવી દઈએ કે ભરતીના નિયમોમાં જણાવવામાં આવેલા માપદંડ પ્રમાણે, ઉમેદવારે નિમણૂક પહેલા મેડિકલ ટેસ્ટમાં પાસ થવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.