Mangrol Port : જૂનાગઢના માંગરોળ બંદર પર ઠંડીના કારણે ૩૦ વર્ષીય યુવાનનું અવસાન થયું છે. યુવાન રાત્રિના સમયે બોટમાં સૂતો હતો અને તીવ્ર ઠંડી લાગવાને કારણે તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન ગીર સોમનાથ જિલ્લાના રામેશ્વર ગામનો રહેવાશી હતો.
આ તરફ ઘટનાની જાણકારી મળતાં માંગરોળ મરીન પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, રાત્રિના સમયે ઠંડી ખૂબ વધી હતી, જે કારણે બોટમાં સૂતા યુવાનને બચાવવા મોડી પડી.

આ પણ વાંચો : વધુ 2 જાસૂસને ગુજરાત ATSએ ગોવા-દમણથી દબોચ્યા, હતા પાકિસ્તાનના સંપર્કમાં
શિયાળાની ઋતુમાં ખુદને બચાવવા નીચે મુજબના ઉપાય કરી શકો છો
- કપડાંનું લેયરિંગ કરો
- શિયાળામાં ઠંડી હવાઓથી બચવા કપડાંનું લેયરિંગ કરવું જરૂરી હોય છે. એવું કરવાથી શરીરમાં ગરમી બરકરાર રહે છે. અને તમારું શરીર ગરમ રહે છે. માથા, હાથ અને ગરદનને ગરમ રાખવા ટોપીહાથના મોઝા, અને સ્કાર્ફ પહેરવું જરૂરી છે.
- ખુદને ડ્રાય રાખો
- ભીના કપડાંથી તમને વધુ ઠંડી લાગી શકે છે. તેથી સૂકા અને બહારથી વોટર પ્રૂફ હોય તેવા કપડાં પહેરો. અને તેવી એક્ટિવિટીથી બચો જેનાથી પરસેવો આવે. જો તમારા કપડાં કોઈ કારણોસર ભીના થાય તો તેને જલ્દી જ બદલી દો.
- ઘરને ગરમ રાખો
- તમારું ઘર સારી રીતે ઈન્શ્યુલેટેડ ડ્રાફ્ટ ફ્રી હોય તેનું ધ્યાન રાખો. ઘરના થર્મોસ્ટેટને આરામદાયક તાપમાનમાં રાખો. ઠંડીથી બચવા ઘરના બારી બારણાં અને પડદા પણ બંધ રાખો. દરવાજા અને બારીઓ પર ડ્રાફ્ટ સ્ટોપર્સનો ઉપયોગ કરો.
- હાઈડ્રેટ રહો
- શિયાળામાં પણ તમે ડિહાઈડ્રેશનનો શિકાર બની શકો છો. કેમ કે, તમને આ ઋતુમાં તરસ ઓછી લાગે છે. પરંતુ દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીવું જરૂરી હોય છે. આ સિવાય ફળ, શાકભાજી અને સૂપ જેવા પદાર્થનું સેવન કરવું જોઈએ. ડિહાઈડ્રેશનના કારણે પણ તમને ઠંડી લાગી શકે છે.
- યોગ્ય ખાદ્ય પદાર્થ ખાઓ
- બોડીને ગરમ અને એનર્જેટિક રાખવા ગરમ અને પોષ્ટીક આહાર લેવો જોઈએ. દારૂ અને કેફીનનું સેવન ટાળવું જોઇએ. કેમ કે તેનાથી તમને ડિહાઈડ્રેશનની સમસ્યા થઇ શકે છે અને તેનાથી ઠંડી લાગી શકે છે.
- હાઇપોથર્મિયા અને ફ્રોસ્ટબાઇટના લક્ષણ વિશે જાણો
- હાઇપોથર્મિયા એક એવી સ્થિતિ હોય છે જેમાં તમારા શરીરનું તાપમાન ખૂબ નીચે જતું રહે છે. જેમાં કંપકંપી, કન્ફ્યુજન, બોલતા અટકાવવું અને થાક લાગવો જેવા લક્ષણો દેખાય છે. તો ફ્રોસ્ટબાઇટ ઠંડીથી રિલેટેડ બીમારી છે. જે સ્કિન અને ટિશુના જામવાથી થાય છે. સુન્નતા, ઝણઝણાવટ અને પીળી- વાદળી -ભૂરી સ્કિન તેના લક્ષણો હોય છે. જો તમને આ લક્ષણો દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ