ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / વધુ 2 જાસૂસને ગુજરાત ATSએ ગોવા-દમણથી દબોચ્યા, હતા પાકિસ્તાનના સંપર્કમાં
Last Updated: 11:31 AM, 4 December 2025
ADVERTISEMENT
Gujarat ATS Spy Arrests : ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ રાજ્યમાં જાસૂસી નેટવર્ક ચલાવાતું હોવાની ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરતાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ATSએ ગોવા અને દમણમાંથી એક મહિલા સહિત બે વ્યક્તિઓને દબોચ્યા છે. પ્રાથમિક તપાસમાં બંને સંવેદનશીલ વિસ્તારોની માહિતી એકત્રિત કરીને વિદેશ સુધી પહોંચાડતા હોવાનો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
ગોવાથી મહિલા અને દમણથી પુરુષ ઝડપાયો
ATSએ ગોવામાંથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલાને અને દમણથી એ. કે. સિંહ નામના પુરુષને પકડી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બંને સંવેદનશીલ શાસકીય તથા રક્ષણાત્મક વિસ્તારોની ગુપ્ત માહિતી એકત્રિત કરતા હતા અને તે માહિતીને પાકિસ્તાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતાં હતા.
ADVERTISEMENT

આર્મીના ભૂતપૂર્વ સુબેદારની ધરપકડ
ADVERTISEMENT
પકડી પાડવામાં આવેલા આરોપી એ.કે. સિંહ અગાઉ ભારતીય સેના (આર્મી)માં સુબેદાર તરીકે ફરજ બજાવી ચૂક્યો હોવાનો મીડીયા અહેવાલોમાં દાવો કરાયો છે. તે પાકિસ્તાની જાસૂસી તંત્ર સાથે સંપર્કમાં હતો તથા તેઓને આર્થિક સહાય પહોંચાડવામાં પણ મદદ કરતો હતો એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : સતત વિવાદમાં રહેનારી કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ, મામલો ખંડણીથી જોડાયેલો
ADVERTISEMENT
પાકિસ્તાન સાથેના કનેક્શનનો ATS દ્વારા તપાસ
બંને આરોપીઓ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા અને જાસૂસી સંબંધિત માહિતી વહેંચતા હતા એવી પ્રાથમિક માહિતી ATSને મળી છે. હાલ બંનેની કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ ચાલી રહી છે. સૂત્રો મુજબ બંને પાસેથી ડિજિટલ સાધનો, દસ્તાવેજો અને સંચાર વિગતો ATSએ જપ્ત કરી છે, જેની તપાસ ચાલુ છે. આ કેસ બહાર આવતાં સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે અને આ નેટવર્કના અન્ય સંભવિત કડીઓને શોધવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે. ATS આગામી દિવસોમાં વધુ ખુલાસા કરી શકે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ