ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સતત વિવાદમાં રહેનારી કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ, મામલો ખંડણીથી જોડાયેલો

સુરત / સતત વિવાદમાં રહેનારી કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ, મામલો ખંડણીથી જોડાયેલો

Published By: Priykant Shrimali

Last Updated: 10:42 AM, 4 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kirti Patel : સુરતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે ફરી ફરિયાદ, એક જ ક્લિકમાં જાણો આ વખતે શું છે મામલો ?

ADVERTISEMENT

Kirti Patel : સુરતમાં સતત વિવાદોના કેન્દ્રમાં રહી ચૂકેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે વધુ એક નવી ફરિયાદ નોંધાઇ છે. લસકાણા પોલીસે રેતી–કપચી વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદના આધારે કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે. અલ્પેશ ડોંડાના જણાવ્યા અનુસાર, કીર્તિ પટેલ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની સાથે ધમકીભરી ભાષા વાપરી રહી હતી. વેપાર સંબંધિત મુદ્દાઓને આધારે કીર્તિ પટેલે તેમના પર ખંડણી જેવા પ્રયાસો કર્યાનો પણ આક્ષેપ નોંધાયો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ઇન્ફ્લુએન્સરે પોતાના ફોલોવર્સ વચ્ચે ખોટી માહિતી ફેલાવી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. કીર્તિ પટેલ સામે આ નવા કેસ પછી કુલ 10 ગુના નોંધાઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી અને અગાઉથી જ અલગ–અલગ ગુનાઓમાં જેલમાં બંધ કીર્તિ પટેલને આ ફરિયાદથી વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

આ પણ વાંચો : રખડતા શ્વાને હદ વટાવી! ગામમાં સૂતેલા લોકોને બચકાં ભરતા 22 લોકો ઇજાગ્રસ્ત

આ તરફ હવે આ મામલે લસકાણા પોલીસે ફરિયાદની પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોની વધતી અસર અને તેના પડકારો અંગે આ કેસ ફરી ચકચાર જગાવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Laskana Police Social Media Influencer Kirti Patel

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ