ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રખડતા શ્વાને હદ વટાવી! ગામમાં સૂતેલા લોકોને બચકાં ભરતા 22 લોકો ઇજાગ્રસ્ત

ભયંકર ત્રાસ / રખડતા શ્વાને હદ વટાવી! ગામમાં સૂતેલા લોકોને બચકાં ભરતા 22 લોકો ઇજાગ્રસ્ત

Published By: Priykant Shrimali

Last Updated: 08:50 AM, 4 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dahod Rabid Dog : ઘુઘસ ગામમાં રખડતા શ્વાનનો આતંક, રાત્રિના હુમલામાં 22 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Dahod Rabid Dog : દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામમાં રાત્રે અચાનક રખડતા શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ભય અને આક્રોશ ફેલાયો છે. ગામમાં સૂતા લોકો પર શ્વાને અચાનક હુમલો કરી મોં, ચહેરો અને શરીરના ભાગોમાં ગંભીર બચકાં ભર્યા હતા. આ ઘટનામાં 22થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ મોટાભાગના લોકો પોતાના આંગણા અને ઓટલામાં સૂતા હતા ત્યારે અચાનક હડકાયા શ્વાને એક પછી એક લોકો પર હુમલો કર્યું. ઘણા લોકોને ખબર પણ ન પડી કે તેઓ પર શ્વાન હુમલો કરી ગયો. ચીસો પડતાં ગામના લોકો દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને તરત જ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા. બધા ઇજાગ્રસ્તોને ફતેપુરા અને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો : ના હોય! રાતના 12:50એ ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો? એ પણ 3.3ની તીવ્રતાનો

ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને તેઓ હડકાયા શ્વાનને ઝડપથી પકડી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગામમાં આ બનાવ બાદ દહેશતનું વાતાવરણ સર્જાયું છે. લોકો રાત્રે બહાર સૂવા ડરી રહ્યા છે અને બાળકોને બહાર જવા દેવામાં પણ માતા–પિતાએ ખાસ ચેતી રાખવાની સૂચનાઓ આપી છે. ગ્રામજનોએ સ્થાનિક તંત્રને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે જેથી આવી ઘટના ફરી ન બને.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dog attack Dahod Rabid dog

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ