બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડશે, 26 એપ્રિલે મતદાન , રાજ્યભરમાં રાજકીય ગરમાવો શરૂ

રાજકારણ / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડશે, 26 એપ્રિલે મતદાન , રાજ્યભરમાં રાજકીય ગરમાવો શરૂ

Priyankka Triveddi

Last Updated: 08:16 AM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને આજે મહત્વપૂર્ણ તબક્કો શરૂ થવાનો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડતાં જ ઉમેદવારી પ્રક્રિયા અને રાજકીય હલચલ તેજ બનશે.

Gujarat Local Elections: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 1 એપ્રિલે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી અને હવે 6 એપ્રિલે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સાથે જ ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જે આગામી 11 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 13 એપ્રિલે કરવામાં આવશે અને 15 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાનું નામ પરત ખેંચી શકશે. ત્યારબાદ ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોની સંપૂર્ણ સ્થિતિ સ્પષ્ટ થશે. રાજ્યમાં અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોમાં 26 એપ્રિલે મતદાન યોજાશે. કુલ મળીને 7241 વોર્ડમાં 10039 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. મહાનગરપાલિકાઓમાં 1044, નગરપાલિકાઓમાં 2632, જિલ્લા પંચાયતોમાં 1092 અને તાલુકા પંચાયતોમાં 5271 બેઠકોનો સમાવેશ થાય છે. સાથે જ 11 નગરપાલિકાઓની 13 ખાલી બેઠકો પર પેટા-ચૂંટણી પણ યોજાશે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 એપ્રિલથી સત્તાવાર રીતે પ્રચાર શરૂ થશે. જે 24 એપ્રિલ સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. એટલે રાજકીય પક્ષો અને ઉમેદવારોને જાહેર પ્રચાર માટે કુલ 9 દિવસનો સમય મળશે. મતદાન 26 એપ્રિલે યોજાશે. જ્યારે 28 એપ્રિલે મતગણતરી થશે. ઈવીએમ મશીનથી મતદાન થવાને કારણે ગણતરી ઝડપી થશે. પરંતુ બેઠકો અને ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી અંતિમ પરિણામો 28 એપ્રિલની રાત્રે કે પછી 29 એપ્રિલની સવાર સુધી જાહેર થવાની શક્યતા છે. આ ચૂંટણીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં નવેસરથી સીમાંકન પણ કરવામાં આવ્યું છે. જે ચૂંટણીના પરિણામોને અસરકારક બનાવી શકે છે.

આ ચૂંટણીમાં રાજ્યની 17માંથી 15 મહાનગરપાલિકાઓમાં મતદાન થશે. જેમાં જૂનાગઢ અને ગાંધીનગરને બહાર રાખવામાં આવ્યા છે. 84 નગરપાલિકાઓમાં નવી બનેલી 7 નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 14 નગરપાલિકાઓમાં નવી સીમાંકન રેખાઓ અમલમાં મુકાઈ છે. 34 જિલ્લા પંચાયતોમાં ચૂંટણી યોજાશે. જેમાં નવા બનેલા વાવ-થરાદ જિલ્લાનો પણ સમાવેશ થાય છે અને 26 જિલ્લાઓમાં ફરી સીમાંકન કરવામાં આવ્યું છે. રાજ્યની 263 તાલુકા પંચાયતોમાંથી કપડવંજ, કઠલાલ અને ગાંધીનગરમાં અગાઉ ચૂંટણી થઈ ચૂકતા બાકીની 260 તાલુકા પંચાયતોમાં મતદાન થશે. આ સમગ્ર પ્રક્રિયા સાથે રાજ્યમાં રાજકીય ચહલપહલ અને સ્પર્ધા તેજ બની રહી છે.

આ પણ વાંચો: આણંદમાં કોંગ્રેસને મોટો ઝટકો, નગીન સોલંકી ભાજપમાં સામેલ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજથી સત્તાવાર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં ઉમેદવારીથી લઈને મતદાન અને પરિણામ સુધીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થયો છે. 26 એપ્રિલે યોજાનારી આ ચૂંટણી રાજ્યના રાજકીય દ્રશ્યને અસરકારક રીતે પ્રભાવિત કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ગુજરાત સ્થાનિક ચૂંટણી Gujarat local elections Election Nomination Process
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ