ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત, IMDનું યલો એલર્ટ, આગામી દિવસોમાં ગરમી વધશે

આગાહી / રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત, IMDનું યલો એલર્ટ, આગામી દિવસોમાં ગરમી વધશે

Published By: Priyankka Triveddi

Last Updated: 07:37 AM, 9 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હોળી પછી માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે આગામી અમુક દિવસો માટે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં હિટવેવની ચેતવણી આપી છે.

ADVERTISEMENT

Gujarat Heatwave: રાજ્યમાં ઠંડી હવે લગભગ પૂરી રીતે વિદાય લઈ ચૂકી છે અને ગરમીનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ અને વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં હિટવેવ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટ, બનાસકાંઠા, બોટાદ, ભાવનગર, કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર અને સુરતમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાતા ગરમ પવનોના કારણે તાપમાન સતત વધતું જઈ રહ્યું છે. હાલ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેના કારણે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બની ગયું છે. રાજ્યના કુલ આઠ જિલ્લાઓમાં તાપમાન 39 ડિગ્રીથી વધુ નોંધાયું છે. અમદાવાદ, વડોદરા અને ડીસામાં 39-39 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભુજ, મહુવા, કેશોદ, ગાંધીનગર અને સુરતમાં પણ લગભગ 39 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી પરેશાન બન્યા છે.

આગામી 3 દિવસ હિટવેવ માટે યલો એલર્ટ

હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન દેશના ઘણા વિસ્તારોમાં ગરમી અને હિટવેવનો પ્રભાવ જોવા મળી શકે છે. મેદાની અને અંતરિયાળ વિસ્તારોમાં તાપમાન વધુ રહેવાની શક્યતા છે અને લૂ લાગવાના કિસ્સાઓમાં પણ વધારો થઈ શકે છે. માર્ચ મહિનામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હોવા છતાં મોટાભાગના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને માર્ચ મહિનામાં હિટવેવના દિવસોની સંખ્યા વધુ રહી શકે છે. દેશના અન્ય રાજ્યોમાં પણ ગરમીનો પ્રભાવ વધશે અને આંધ્રપ્રદેશના અનેક વિસ્તારોમાં પણ હિટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો માટે આરોગ્ય સંબંધી સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

વાતાવરણીય પરિબળોના કારણે ઉનાળાનું વહેલું આગમન

હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વાતાવરણમાં થયેલા વિવિધ પરિબળોના મિશ્રણના કારણે ઉનાળાની શરૂઆત સામાન્ય સમય કરતાં થોડું વહેલી થઈ રહી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે. બીજી તરફ પશ્ચિમ વિક્ષેપના કારણે 4 થી 6 માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં હળવી હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે તેની અસર મર્યાદિત રહેશે. પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આકાશ વાદળછાયું રહેવાની અને કેટલીક જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે. જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યો જેમ કે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. આગામી દિવસોમાં પણ ગરમીમાં ધીમે-ધીમે વધારો થવાની શક્યતા હોવાથી લોકોને બપોરના સમયે બહાર જતી વખતે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો, નિવૃત PSI સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

vtv app promotion

હીટવેવથી બચવા આટલું કરો

  • તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું
  • શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો
  • ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
  • વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો
  • આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્કીન લગાવો
  • પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો
  • બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ"ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો

આટલું ના કરો

  • શક્ય હોય ત્યાં સુધી બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું
  • શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફટ ડ્રિક્સ ના લેવા
  • મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો

લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર

  • જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો
  • શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો
  • લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા
  • જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઇ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઇ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat heatwave Yellow Alert for Heat IMD weather forecast

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ