ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો, નિવૃત PSI સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

કાર્યવાહી / ગાંધીનગરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો, નિવૃત PSI સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

Published By: Vishal Khamar

Last Updated: 10:51 PM, 8 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં વ્યાજખોર નિવૃત PSI વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. નિવૃત PSI શૈલેષ બચુ નાયક સામે મરવા મજબુર કરવાનો ગુનો નોંધાયો છે. સાંતેજ પોલીસ સ્ટેશનમાં બચુ નાયક સામે વ્યાજખોરીનો પણ ગંભીર ગુનો દાખલ થયો છે.

ADVERTISEMENT

ગાંધીનગર જિલ્લામાં વ્યાજખોરી અને દમનનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. નિવૃત પોલીસ સબ ઈન્સ્પેક્ટર શૈલેષ બચુ નાયક સામે વ્યાજખોરી, દુષ્પ્રેરણ અને ધમકીના આરોપો સાથે સાંતેજ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ સમગ્ર ઘટના ગૃહવિભાગના નિવૃત સેક્શન અધિકારી પ્રકાશ નાયકના આપઘાત બાદ પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી મુજબ પ્રકાશ નાયકે અડાલજ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી મળેલી સ્યુસાઇડ નોટમાં તેમણે નિવૃત PSI શૈલેષ બચુ નાયક દ્વારા લાંબા સમયથી અપાતા માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

પરિવારજનોએ પોલીસને આપેલી માહિતી અનુસાર, પ્રકાશ નાયકે લગભગ 10 લાખ રૂપિયાનું ધિરાણ લીધું હતું. જોકે, આરોપી વ્યાજખોરે અત્યાર સુધીમાં લગભગ 90 લાખ રૂપિયાની ઉઘરાણી કરી લીધી હોવા છતાં વધુમાં વધુ દોઢ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આરોપ છે કે વ્યાજની રકમ વસૂલવા માટે આરોપીએ સતત દબાણ બનાવ્યું હતું.

પરિવારના આરોપ મુજબ, માત્ર આર્થિક દબાણ જ નહીં પરંતુ શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. એટલું જ નહીં, દબાણ વધારવા માટે પ્રકાશ નાયકના પુત્રનું અપહરણ કરી અને મિલકત લખાવી લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ તમામ ત્રાસ અને દબાણને કારણે પ્રકાશ નાયક ભારે માનસિક તણાવમાં રહેતા હતા. અંતે તેઓએ અડાલજ કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન સમાપ્ત કરી દીધું.

આ પણ વાંચોઃ સુરત ખાતે પાટીદાર સમાજની બેઠક મળી, અનેક મુદ્દાને લઈ અગ્રણીઓએ કરી ચર્ચા

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ સાંતેજ પોલીસ મથકે નિવૃત PSI શૈલેષ બચુ નાયક સામે આત્મહત્યાને દુષ્પ્રેરિત કરવાનો તેમજ વ્યાજખોરી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને સંબંધિત પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar Police Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ