ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત ખાતે પાટીદાર સમાજની બેઠક મળી, અનેક મુદ્દાને લઈ અગ્રણીઓએ કરી ચર્ચા

બેઠક / સુરત ખાતે પાટીદાર સમાજની બેઠક મળી, અનેક મુદ્દાને લઈ અગ્રણીઓએ કરી ચર્ચા

Published By: Vishal Khamar

Last Updated: 09:35 PM, 8 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કામરેજ ખાતે પાટીદાર સમાજની બેઠક મળી હતી. શિક્ષણ અને આરોગ્યના મુદ્દાને લઈને બેઠક મળી હતી. બેઠકમાં નિખિલ દોંગા (ગોંડલ) સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ADVERTISEMENT

સુરત જિલ્લાના કામરેજ ખાતે પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં શિક્ષણ અને આરોગ્ય જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ગોંડલના પાટીદાર અગ્રણી નિખિલ દોંગા સહિત અનેક પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન સમાજના નામે સ્વાર્થ સાધતા કેટલાક પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. આગેવાનોએ આરોપ લગાવ્યો કે કેટલીક પાટીદાર સંસ્થાઓ સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવી તેનો દુરુપયોગ કરી રહી છે, જ્યારે પાટીદાર સમાજના સામાન્ય લોકોને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પૂરતો લાભ મળતો નથી.

વક્તાઓએ જણાવ્યું હતું કે આજના સમયમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ દિવસેને દિવસે મોંઘી બની રહી છે, જેના કારણે સામાન્ય પરિવારોની આર્થિક પરિસ્થિતિ પર ભારે અસર પડી રહી છે. આવા સંજોગોમાં સમાજના લોકો સુધી યોગ્ય લાભ પહોંચે તે જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવાયું.

બેઠકમાં હાજર આગેવાનોનો મત હતો કે સરકારની સહાય લેતી સંસ્થાઓએ પારદર્શક રીતે કામ કરવું જોઈએ અને સમાજના હિતમાં કામગીરી કરવી જોઈએ. સરકારના પૈસાથી માલિકીપણું ચલાવતી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરત ઈકોનોમિક રિજિયન અંગે મહત્વપૂર્ણ નિર્ણય, 1185 કરોડના કામને મંજૂરી

પાટીદાર અગ્રણી કે.કે. પટેલની આગેવાનીમાં વિવિધ પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Surat News Patidar Community Meeting

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ