બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / યાત્રાધામના વિકાસથી લઇને મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટને લઇ બજેટમાં કરોડોની જોગવાઈ
Last Updated: 03:04 PM, 18 February 2026
Heritage Tourism Gujarat:ગુજરાત રાજ્ય સરકારનું આજે વર્ષ 2026-27 ના વર્ષનું સતત પાંચમી વાર કનુ દેસાઇએ બજેટ રજૂ કર્યું છે. આજે વિધાનસભા બજેટના ત્રીજા દિવસે બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ કનુ દેસાઇએ પોતાના નામે કર્યો છે. જેમાં ધાર્મિક સ્થળોના વિકાસ માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે જેમાં બહુચરાજી, અંબાજી અને સોમનાથ જેવા ધાર્મિક અને પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ બજેટમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે કુલ 550 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જે પૈકી બહુચરાજીના નવનિર્માણ, ગિરનાર મહાશિવરાત્રિ મેળો અને નર્મદા પરિક્રમા માટે 55 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અંબાજી કોરિડોર માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ
ADVERTISEMENT
Gujarat Budget 2026-27 : યાત્રાધામ અંબાજી તથા બહુચરાજીના વિકાસ માટે કરોડોની જોગવાઈ#GujaratBudget2026 #GujaratBudget #Budget2026 #ambaji #becharaji #BudgetSession2026 #GujaratBudgetSession2026 #ViksitGujarat #GujaratDevelopment #KanubhaiDesai #ગુજરાતબજેટ #બજેટસત્ર #ગુજરાતવિકાસ… pic.twitter.com/y6CL9U7upf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 18, 2026
રાજ્યના પર્યટન અને યાત્રાધામોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને “અંબાજી કોરિડોર માસ્ટરપ્લાન” હેઠળ ૩૦૦ કરોડ રૂપિયાની ની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતની સમૃદ્ધ પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક વૈભવને વિશ્વ સમક્ષ રજૂ કરવા “Wed in Gujarat” અભિયાન શરૂ કરવામાં આવશે. જેના દ્વારા રાજ્યને અનોખા વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે. યાત્રાધામોના વિકાસ માટે પવિત્ર અંબાજી મંદિરના સમગ્ર વિકાસ ઉપરાંત બહુચરાજી મંદિરના નવનિર્માણ, ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રી મેળા અને મા નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા વધારવા માટે 55 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પર્યટન ક્ષેત્રે, સોમનાથ મંદિર અને શિવરાજપુર બીચને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્દ્ર તરીકે વધુ વિકસાવવામાં આવશે. ઉપરાંત વિસાવડા-પોરબંદર વિસ્તારમાં સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 60 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાત બજેટ 2026ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો:
ADVERTISEMENT
રાજ્યના પવિત્ર યાત્રાધામો સોમનાથ મંદિર અને અંબાજી મંદિર ખાતે આઇકોનિક બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે જેથી યાત્રાળુઓને આધુનિક અને સુવિધાસભર પરિવહન વ્યવસ્થા મળી શકે. ખાસ કરીને સોમનાથમાં મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે અદ્યતન સુવિધાઓ ધરાવતા બસ પોર્ટના નિર્માણ માટે કુલ 447 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યના માળખાકીય વિકાસને વધુ ગતિ આપવા ‘નમો શક્તિ એક્સપ્રેસ વે’ તેમજ સોમનાથથી દ્વારકા જોડતા એક્સપ્રેસ વે માટે 3000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. જે યાત્રાધામો અને પર્યટન સ્થળોને વધુ સગવડસભર બનાવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નાણાંમંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારે પવિત્ર વિરાસત અને આધુનિક વિકાસને સાથે લઈને “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને સાકાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન’ વિઝનને અમલમાં મૂકતા સોમનાથ મંદિરને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. ગુજરાતની ઐતિહાસિક ધરતી પર સ્થિત હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણના મહત્વપૂર્ણ કેન્દ્રો બની રહ્યા છે. ઉપરાંતવડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતું “નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ” લોથલ ખાતે નિર્માણાધીન છે. જે ભારતની પ્રાચીન દરિયાઈ સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવશે. રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ ગુણવત્તાસભર માર્ગદર્શન ઉપલબ્ધ થાય તે માટે એક હજાર ટુરિસ્ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરવાની યોજના છે. આ તમામ આયોજનો માટે કુલ 95 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.