બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એક વિદ્યાર્થી માટે આખી સ્કૂલ, 3 ક્લાસરુમ, 2 શિક્ષક, આવું પણ થાય છે ગુજરાતમાં

અનોખું / એક વિદ્યાર્થી માટે આખી સ્કૂલ, 3 ક્લાસરુમ, 2 શિક્ષક, આવું પણ થાય છે ગુજરાતમાં

Priyankka Triveddi

Last Updated: 09:32 AM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાઇવેટ સ્કૂલનું ચલણ વધવાથી એક બાજુ સરકારી શાળાઓ બંધ થવાના સમાચાર સામે આવતા રહે છે ત્યારે એક એવી પણ સરકારી શાળા છે જે માત્ર 1 વિદ્યાર્થી માટે ચલાવવામાં આવે છે.

Gujarat village school: ગુજરાતના અમુક વિસ્તારોમાં હજુ પણ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે. મોટા ભાગે આપણને એવું સાંભળવા મળે છે કે શાળામાં વિદ્યાર્થીઓ તો હોય છે પણ શિક્ષકો ઓછા હોય છે. એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સામે પૂરતા શિક્ષકો હોતા નથી. પણ આ ગુજરાતની એક એવી શાળાની વાત છે જ્યાં માત્ર 1 જ વિદ્યાર્થી ભણવા આવે છે. અને તે 1 સ્ટુડન્ટ માટે સ્કૂલ ચાલે છે. આ 1 સ્ટુડન્ટ માટે સ્કૂલમાં 3 રૂમ્સ છે અને 2 ટીચર. જો કે પહેલા આ સ્કૂલમાં વધારે બાળકો આવતા હતા પણ હવે માત્ર 1 જ વિદ્યાર્થી બચ્યો છે જેના માટે 2 ટીચર્સ તૈનાત છે.

આ જે સ્કૂલની વાત થઈ રહી છે તે છે ગુજરાતના ડાંગ જિલ્લાના ભૂરભેંડી ગામની. અને આ કોઈ ફિલ્મની કે સિરિયલની કાલ્પનિક વાત નથી આ હકીકત છે. ડાંગ જિલ્લાની આ સ્કૂલમાં ભણવા માટે માત્ર 1 જ વિદ્યાર્થી આવે છે અને તેના માટે 2 ટીચર્સ.

student

ભૂરભેંડી ગામની વસ્તી માત્ર 200 આસપાસ છે. અને આ સ્કૂલની વાર્તા પણ સીધી સરળ નથી. ઘણી દિલચસ્પ છે. ગામની આ 3 ઓરડાવાળી સ્કૂલમાં માત્ર 1 જ વિદ્યાર્થી બચ્યો છે જે છે નિશાંત વાઘેલા. જે 5મા ધોરણમાં ભણે છે. અને 2 શિક્ષક છે - દિલીપ પટેલ અને તેમના એક આસિસ્ટન્ટ. એક મીડિયા રિપોર્ટ અનુસાર સ્કૂલમાં એન્ટર થતાં જ જમીન પર એક વિદ્યાર્થી બેઠેલો દેખાય છે, જે ભણી રહ્યો છે. અને સામે એક શિક્ષક કે જે પૂરા સમર્પણ ભાવ સાથે તેને ભણાવી રહ્યા છે. આ સ્કૂલમાં આ એક જ નહીં પરંતુ બીજા શિક્ષક પણ છે. કારણ કે જે ઓ ટીચર રજા પર જાય તો જે એક વિદ્યાર્થી આવે છે તે પણ બંધ થઈ જશે.

વધુ વાંચો: થરાદ ઓનર કિલિંગમાં મોટા સમાચાર, ભત્રીજીની હત્યા કરનાર કાકા શિવરામની ધરપકડ

Vtv App Promotion 1

જો કે આ સ્કૂલમાં પહેલા ઠીક માત્રામાં સ્ટુડન્ટની સંખ્યા હતી. ગામમાં ખેતમજૂરી કરતાં મજૂરોના બાળકો અંહિયા ભણવા માટે આવતા હતા. પણ જેમ જેમ રોજગારની શોધમાં ગામથી લોકો બહાર જવા લાગ્યા તેમ તેમ આ સ્કૂલમાં સ્ટુડન્ટ્સની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો. હવે હાલ એ છે કે શાળામાં માત્ર એક જ વિદ્યાર્થી બચ્યો છે. અને છતાં રોજ સ્કૂલ ખૂલે છે, ઘંટ વાગે છે અને બંને શિક્ષકો પૂરા લગનથી તેમનું કામ કરે છે. આ એક ઉત્તમ ઉદાહરણ છે શિક્ષા પ્રત્યે સમર્પણનું. કે માત્ર 1 સ્ટુડન્ટ માટે પણ 2 ટીચર્સની નિષ્ઠાનું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat village school 1 Student 2 Teachers Dang School
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ