ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરમાં જાનની રાહ જોતી દુલ્હનની પાઈપ મારીને હત્યા, ફેરા પહેલાં તૂટી પડ્યો દુલ્હો, મેંહદીવાળા હાથ કર્યાં લોહીલૂહાણ

ગુજરાત / ભાવનગરમાં જાનની રાહ જોતી દુલ્હનની પાઈપ મારીને હત્યા, ફેરા પહેલાં તૂટી પડ્યો દુલ્હો, મેંહદીવાળા હાથ કર્યાં લોહીલૂહાણ

Published By: Hiralal Parmar

Last Updated: 12:52 PM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ભાવનગરમાં એક કંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નને દિવસે જ દુલ્હાએ તેની દુલ્હનની કરપીણ હત્યા કરી નાખી હતી.

ADVERTISEMENT

લગ્નના દિવસે કોડભરી કન્યાના અરમાનો અધૂરા રહ્યાં અને જેની સાથે પોતે સુખી-સંસારના સપના જોઈ રહી હતી તે દુલ્હાએ લગ્નના દિવસે જ તેના સુખી સંસારના સપના કચડી નાખ્યા અને તેની હત્યા કરી નાખી. આ કિસ્સો ગુજરાતના ભાવનગરમાં બન્યો છે.

લગ્નના દિવસે દુલ્હાએ કરી દુલ્હનની હત્યા

ભાવનગરમાં લગ્નના દિવસે એક દુલ્હાએ લોખંડની પાઈપ ફટકારીને તેની દુલ્હનની હત્યા કરી નાખતાં ચકચાર મચી હતી. શહેરના પ્રભુદાસ તળાવ એરિયામાં હિંમત રાઠોડની પુત્રી સોનીબેનના આજે લગ્ન હતા. સોની તેના દુલ્હાની રાહ જોઈ રહી હતી પરંતુ ખુશીનો પ્રસંગ પળવારમા માતમમાં ફેરવાઈ ગયો અને દુલ્હનના મરશિયા ગાવાનો વારો આવ્યો હતો. ભાવી પતિ સાજને લગ્નના દિવસે લોખંડની પાઈપ ફટકારીને સોનીની હત્યા કરી નાખી હતી. વહેલી સવારે સાજન દુલ્હનના ઘરે આવ્યો હતો જ્યાં તેના સાથે બોલાચાલી થઈ હતી. જેમાં સાજન ઉશ્કેરાઇ ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો જે પછી તેણે આવું પગલું ભર્યું હતું.

લોખંડની પાઈપ ફટકારીને દિવાલ સાથે માથું ટકરાવ્યું

બોલાચાલી વધતાં આરોપી સાજન ઉશ્કેરાઈ ગયો અને તેણે લોખંડની પાઈપ સોનીને માથે ફટકારી દીધી અને દીવાલ સાથે માથું અથડાવ્યુ જેમાં તેનું મોત થયું હતું.

સોની પતિ સાથે રહેતી હતી લિવ ઈનમાં

આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. યુવતી તેના ભાવિ પતિ સાથે લિવ-ઇનમાં રહેતી હતી અને આજે તેના લગ્ન થવાના હતા. લગ્ન થાય તે પૂર્વે તેની હત્યા થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

હત્યા બાદ ભાવી પતિ ફરાર

પોતાની દુલ્હનની હત્યા બાદ દુલ્હો ફરાર થઈ ગયો હતો જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.DYSP આર.આર.સિંધાલે કહ્યું કે સોનીબેન નામની યુવતીની ઘરે આજે સવારે તેના ભાવિ પતિ સાજને તેની હત્યા કરી નાખી હતી.

મેંહદીભર્યા હાથે સોની તરફડી

દુલ્હા સાજને લોખંડની પાઈપ ફટકારતાં મેંહદીભર્યા હાથે તરફડી હતી અને આખરે મરણને શરણ થઈ હતી. આ ઘટનાથી ભાવનગર સહિત આખા ગુજરાતમાં ચકચાર મચી હતી. લોકો દુલ્હા પર ફિટકાર વરસાવી રહ્યાં હતા.

વધુ વાંચો : શું ક્રિકેટર દીપક ચાહરની બહેન લેસ્બિયન છે? કુનિકા સદાનંદે નેશનલ ટીવીમાં કહી દેતાં સર્જાયો વિવાદ

શું છે હત્યાનું કારણ

પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે હત્યાનું કારણ તેમની વચ્ચે થતો ઝગડો હોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat bhavnagar bhavnagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ