બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જયરાજ આહીરને આજે કોર્ટમાં રજૂ કરાશે, ગઈકાલે કરાઇ છે ધરપકડ
Last Updated: 10:02 AM, 25 January 2026
Bagdana Case: ભાવનગરના બગદાણાના ચકચારી નવનીત બાલધિયા કેસમાં SIT દ્વારા ગઇકાલે માયાભાઇ આહિરના પુત્ર જયરાજ આહીરને ફરી પૂછપરછ માટે ભાવનગર રેન્જ આઈજીની ઓફીસ બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી હતી અને હવે ત્યારબાદ SIT આજે જયરાજ આહીરને કોર્ટમાં રજૂ કરશે. SIT ને જયરાજ આહીરની સંડોવણીના પુરાવા પણ મળ્યા હોવાનું સએમ આવ્યું છે.
ADVERTISEMENT
SIT દ્વારા બગદાણામાં નવનીત બાલધિયાને મારામારીના કેસમાં જીરાજ આહિર વિરુદ્ધ પૂરતા પુરાવા મળી આવતા ફરીથી પૂછપરછ કરવામાં આવી હતી અને આજે કોર્ટમાં રજૂ કરશે. મળતી માહિતી મુજબ આજે 11 વાગ્યે મહુઆ કોર્ટમાં જયરાજને રજૂ કરવામાં આવી શકે છે અને તેની વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગ પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે નવનીત બલધિયાએ પહેલાથી જ જયરાજ આહીર પર આરોપ લગાવ્યા હતા અને બગદાણા કેસમાં કામ ઝડપી બને એ માટે SITની રચના કરવામાં આવી હતી અને SITને તપાસમાં જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી આવ્યા છે અને SIT એ ગઇકાલે રાત્રે જયરાજ આહિરનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું.
ADVERTISEMENT
અગાઉ પહેલી વખત જયરાજ આહીરની સાડા ત્રણ કલાક પૂછપરછ કરાઈ હતી. જયરાજ આહીરે આસઆઈટીને તપાસમાં સાથ-સહકાર આપવાની બાંહેધરી આપી છે. એસઆઈટીની તપાસ પર જયરાજ આહીરે સંતોષ વ્યક્ત કર્યો હતો.થોડા સમય અગાઉ ભાવનગરમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસને લઈને રચાયેલી SIT દ્વારા તપાસને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે SIT સમક્ષ હજાર થયેલ માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીરની ત્રણ કલાકથી વધુ સમય સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ તરફ પૂછપરછ પૂર્ણ થયા બાદ જયરાજ આહીરે પ્રથમ વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
નવનીત બાલધિયાએ આરોપ લગાવ્યો છે કે, તેમના પર થયેલા હુમલાની પાછળ જયરાજ આહિરની ભૂમિકા છે. માત્ર એટલું જ નહીં, તેમના પર માર મારવાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. હાલ SIT આ તમામ આરોપોની વિગતવાર તપાસ કરી રહી છે.
જયરાજ લોકપ્રિય લોકકલાકાર અને સામાજિક રીતે જાણીતા ચહેરા માયાભાઈ આહિરના પુત્ર છે. આ કારણે આ કેસ માત્ર કાનૂની જ નહીં પરંતુ સામાજિક અને રાજકીય ચર્ચાનો વિષય પણ બની ગયો છે. હાલ SIT દ્વારા બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને પુરાવાઓની ચકાસણી ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે સાચી હકીકત બહાર આવશે. આ કેસ પર સમગ્ર રાજ્યની નજર ટકી છે. આ તપાસના ભાગરૂપે આજે સવારે SITએ બગદાણાના રામભાઈ વાળા અને મહુવાના ચેતન ઉર્ફે આપા સોનીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બંનેની લગભગ બે થી અઢી કલાક સુધી વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ પૂર્ણ થયા બાદ બંને વ્યક્તિઓ મીડિયા સામે આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું અને મૌન જાળવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સમગ્ર મામલાની શરૂઆત એક ભજન કાર્યક્રમ દરમિયાન થયેલી જાહેરાતથી થઈ હતી. 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ યોગેશભાઈ સાગરને “મેનેજિંગ ટ્રસ્ટી” તરીકે ઉલ્લેખ કર્યો હતો. આ વાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, માત્ર ટ્રસ્ટીઓ જ છે. બાદમાં માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગતો વીડિયો નવનીત બાલધિયાને મોકલ્યો હતો, જે પણ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થયો હતો. આ પછી ઘટનાઓએ વળાંક લીધો અને મામલો મારામારી સુધી પહોંચ્યો. હાલ આ કેસે સ્થાનિક તેમજ રાજકીય સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હવે સૌની નજર SITની તપાસ અને આગામી કાર્યવાહી પર ટકી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.