ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્મૃતિવન’ મેમોરિયલ ખાતે 2001 ના વિનાશક ભૂકંપના દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કચ્છ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્મૃતિવન’ મેમોરિયલ ખાતે 2001 ના વિનાશક ભૂકંપના દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Published By: Bharatsinh Chauhan

Last Updated: 11:50 PM, 24 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં 2001 ના ભયાનક ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થશે. સ્મૃતિ વનમાં સ્મૃતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીએ ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પી હતી.

ADVERTISEMENT

કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપને આગામી 26 જાન્યુઆરીના રોજ 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ભયાનક એ ધરતીકંપમાં દેશના સૌથી મોટા કચ્છ જિલ્લામાં જાનમાલની મોટી ખુવારી થઈ હતી. હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને સેંકડો લોકો દિવ્યાંગ થયા હતા. એવા વિનાશકારી ભૂકંપમાં દિવગત થયેલા આત્માઓની યાદમાં આજે ભુજના સ્મૃતિ વન ખાતે સ્મૃતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરિ આપી પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઉદબોધનમાં કચ્છના એ ભયાવહ ભૂકંપને યાદ કરતા જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસતાક પર્વના દિવસે આવેલા ભયાનક ભૂકંપમાં સંપૂર્ણ કચ્છમાં વિનાશ ફેલાઈ ગયો હતો. દેશ દુનિયાના લોકોને લાગતું હતું કે હવે કચ્છ ક્યારેય બેઠું થશે નહિ. પરંતુ વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં પુનર્વસન ને આગળ વધારવામાં આવ્યું. સ્વૈચ્છિક, ધાર્મિક, ઔધોગિક સંસ્થાઓના સહયોગથી પુનઃ વસનના પડકારને ઝીલી કચ્છની ખમીરતા અને ઝમીરના પ્રતાપે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છના લોકોની સાહસ અને સિધ્ધિના પ્રતાપે ફરી બેઠું કર્યું. તેમણે આફતને અફસરમાં ફેરવી કચ્છને ફરી ધબકતું કર્યું.

આજે કચ્છ સમગ્ર દેશ દુનિયા માટે વિકાસનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. વર્ષ 2003માં પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની કૂચ કરી, વર્ષ 2005માં રણ ઉત્સવથી પ્રવાસન ક્ષેત્રમાં પ્રસ્થાન કર્યું. આજે કચ્છ જીએસડીએમએના માર્ગદશનમાં વિકાસની ઉત્તમ મોડલ બન્યું છે. કચ્છના સૂકા રણમાં તેમણે બાંધેલું તોરણ આજે વિકાસશીલ બન્યું છે. જે કચ્છ દુકાળમાં ઘેરાયેલું રહેતું, એવા પાણી તરસ્યા કચ્છમાં આજે દરેક ઘરના નળમાં નર્મદાના જળ વહી રહ્યા છે. ખાવડા પાસે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક નિર્માણ પામ્યો છે. સ્થાનિકે રોજગારીની તમામ તકો ઉપલબ્ધ બની છે.

આ પણ વાંચોઃ જયરાજ આહીરની ધરપકડ બાદ પોલીસે શું કર્યું? જાણીને વિચારતા રહી જશો, જાણો શું કર્યું

જિલ્લા ભાજપના પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, મહાનુભાવો અને ભૂકંપ અસરગ્રસ્ત પરિવારો તથા પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ મહાકાય સ્ક્રીન ઉપર 2001ના સમયના ધરતીકંપના દૃશ્યો બતાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ કચ્છ વિકાસને રજૂ કરવામાં આવ્યો હતો. સ્થાનિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કચ્છીયત ઝલકાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

26 January 2001 Earthquake Kutch Kutch News

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ