બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / જયરાજ આહીરની ધરપકડ બાદ પોલીસે શું કર્યું? જાણીને વિચારતા રહી જશો, જાણો શું કર્યું

ભાવનગર / જયરાજ આહીરની ધરપકડ બાદ પોલીસે શું કર્યું? જાણીને વિચારતા રહી જશો, જાણો શું કર્યું

Vishal Khamar

Last Updated: 10:44 PM, 24 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચકચારી બગદાણા મારામારી કેસમાં પોલીસે જયરાજ આહીરની ધરપકડ કર્યા બાદ તેને મેડીકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

ચકચારી નવનીત બાલધિયા કેસમાં SIT ની ટીમે આજરોજ જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ SIT દ્વારા જયરાજ આહીરને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. SIT દ્વારા ભાવનગરની ટીમે જયરાજ આહીરની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સાંજના સમયે જયરાજ આહીરને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા. ચુસ્ત પોલીસનો બંદોબસ્ત સાથે જયરાજ આહીરને મેડિકલ ચેકઅપ સર્ટી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

ભાવનગરના બગદાણાના ચકચારી નવનીત બાલધિયા કેસમાં SIT દ્વારા આજે જયરાજ આહીરને ફરી પૂછપરછ માટે ભાવનગર રેન્જ આઈજીની ઓફીસ બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. SIT ને જયરાજ આહીરની સંડોવણીના પુરાવા પણ મળ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

બગદાણાને સેવક નવનીત બાલધિયા પર હુમલા કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. એસઆઈટીએ લોકકલાકાર માયાભાઈ આહીરના દીકરાને આઈજી કચેરીએ ફરી હાજર રહેવા ફરમાન કર્યું છે. જયરાજ આહીરને એસઆઈટી સમક્ષ હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. અગાઉ પહેલી વખત જયરાજ આહીરની સાડા ત્રણ કલાક પૂછપરછ કરાઈ હતી. જયરાજ આહીરે આસઆઈટીને તપાસમાં સાથ-સહકાર આપવાની બાંહેધરી આપી છે. એસઆઈટીની તપાસ પર જયરાજ આહીરે સંતોષ વ્યક્ત કર્યો હતો.

થોડા સમય અગાઉ ભાવનગરમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસને લઈને રચાયેલી SIT દ્વારા તપાસને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે SIT સમક્ષ હજાર થયેલ માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીરની ત્રણ કલાકથી વધુ સમય સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ તરફ પૂછપરછ પૂર્ણ થયા બાદ જયરાજ આહીરે પ્રથમ વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.

શું કહ્યું જયરાજ આહિરે ?

જયરાજ આહીરે કહ્યું કે, તેમને SITની તપાસ પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યારે પણ તપાસ એજન્સી તેમને બોલાવશે, ત્યારે તેઓ સહકાર આપવા તૈયાર રહેશે અને હાજર રહેશે. તેમના જણાવ્યા મુજબ, સત્ય સામે આવશે તેવી તેમને પૂરી આશા છે.

મહત્વનું છે કે, આ કેસમાં SITએ બે દિવસ પહેલા પીડિત નવનીત બાલધિયાની પણ પૂછપરછ કરી હતી. નવનીત બાલધિયાએ SIT સમક્ષ કુલ 15 મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પુરાવાઓના આધારે તપાસ વધુ આગળ વધે તેવી શક્યતા છે.

આજે SIT સમક્ષ હાજર થયા હતા જયરાજ આહીર

આજે લોકપ્રિય લોકકલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર તપાસ માટે SIT સમક્ષ હાજર થયા હતા. આજે જયરાજ આહીર નિવેદન નોંધાવવા માટે IG કચેરી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. SIT દ્વારા જયરાજ આહિરને તપાસમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જેના અનુસંધાને તેઓ નિર્ધારિત સમયે હાજર થયા.

શું છે આરોપ?

નવનીત બાલધિયાએ આરોપ લગાવ્યો છે કે, તેમના પર થયેલા હુમલાની પાછળ જયરાજ આહિરની ભૂમિકા છે. માત્ર એટલું જ નહીં, તેમના પર માર મારવાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. હાલ SIT આ તમામ આરોપોની વિગતવાર તપાસ કરી રહી છે.

જયરાજ આહિર લોકપ્રિય લોકકલાકાર અને સામાજિક રીતે જાણીતા ચહેરા માયાભાઈ આહિરના પુત્ર છે. આ કારણે આ કેસ માત્ર કાનૂની જ નહીં પરંતુ સામાજિક અને રાજકીય ચર્ચાનો વિષય પણ બની ગયો છે. હાલ SIT દ્વારા બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને પુરાવાઓની ચકાસણી ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે સાચી હકીકત બહાર આવશે. આ કેસ પર સમગ્ર રાજ્યની નજર ટકી છે. આ તપાસના ભાગરૂપે આજે સવારે SITએ બગદાણાના રામભાઈ વાળા અને મહુવાના ચેતન ઉર્ફે આપા સોનીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બંનેની લગભગ બે થી અઢી કલાક સુધી વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ પૂર્ણ થયા બાદ બંને વ્યક્તિઓ મીડિયા સામે આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું અને મૌન જાળવ્યું છે.

અગાઉ નવનીત બાલધિયાની પણ પૂછપરછ

આ પહેલા SIT દ્વારા નવનીત બાલધિયાને પણ IG ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં તેમની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાક્રમ અંગે વિસ્તૃત માહિતી લેવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ SIT કોઈ પણ દોષિત બચી ન જાય તે માટે દરેક પુરાવા અને નિવેદનનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહી છે.

આ પણ વાંચોઃ Video: મેમોના નામે વડોદરામાં રૂપિયા પડાવવાનું કારસ્તાન? જુઓ ટ્રાફિક પોલીસે કેવો કાંડ કર્યો

સમગ્ર વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

આ સમગ્ર મામલાની શરૂઆત એક ભજન કાર્યક્રમ દરમિયાન થયેલી જાહેરાતથી થઈ હતી. 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ યોગેશભાઈ સાગરને “મેનેજિંગ ટ્રસ્ટી” તરીકે ઉલ્લેખ કર્યો હતો. આ વાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, માત્ર ટ્રસ્ટીઓ જ છે. બાદમાં માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગતો વીડિયો નવનીત બાલધિયાને મોકલ્યો હતો, જે પણ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થયો હતો. આ પછી ઘટનાઓએ વળાંક લીધો અને મામલો મારામારી સુધી પહોંચ્યો. હાલ આ કેસે સ્થાનિક તેમજ રાજકીય સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હવે સૌની નજર SITની તપાસ અને આગામી કાર્યવાહી પર ટકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Bhavnagar News Jayraj Ahir
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ