બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શામળાજી ચેકપોસ્ટ પરથી ઝડપાયો લાખોની કિંમતનો દારૂ, એક શખ્સની ધરપકડ
Dinesh Chaudhary
Last Updated: 11:37 PM, 18 June 2025
ગુજરાતમાં દારૂની હાટડીઓ સરેઆમ ધમધમી રહી છે. પોલીસ દારૂ પકડે છે દરોડા પાડે છે પરંતુ દારૂનું દુષણ અટકવાનું નામ નથી લેતું, બુટલેગરો પોલીસના કોઈ પણ ડર વગર દારૂની ખેપમાં મારતા અનેકનવાર ઝડપાયા છે. ત્યારે ફરી એકવાર અરવલ્લીના શામળાજી-અણસોલ ચેકપોસ્ટ પરથી દારૂનો જથ્થો પકાડયો છે.
ADVERTISEMENT
13.44 લાખની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરાયો
ADVERTISEMENT
અરવલ્લીના શામળાજી-અણસોલ ચેકપોસ્ટ પરથી બનાવટી મશીનના બોક્સમાં દારૂનો જથ્થો લઈ જવા રહ્યો હતો. ત્યારે 3360 જેટલી દારૂની બોટલ શામળાજી પોલીસે જપ્ત કરી છે. 13.44 લાખની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ છે. અત્રે જણાવીએ કે, કુલ 21.46 લાખના મુદ્દામાલ સાથે 1 શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: SMC PIના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ
દારૂબંધીના ઉડ્યા લીરેલીરા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સામે અવાર નવનાર સવાલ ઉભા થતા હોય છે. સાથેજ હવે તો એટલી મોટી માત્રામાં દારૂ ઝડપાઈ રહ્યો છે, જો કે, રાજ્યના લોકોને દારૂના દૂષણમાંથી ક્યારે મુક્તિ મળશે? તે એક સૌથી મોટો સવાલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.