ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 6 દિવસ માટે બંધ રહેશે અમદાવાદનો શાહીબાગ અંડરપાસ, બુલેટ ટ્રેનની કામગીરી માટે બંધ કરાયો

ગુજરાત / 6 દિવસ માટે બંધ રહેશે અમદાવાદનો શાહીબાગ અંડરપાસ, બુલેટ ટ્રેનની કામગીરી માટે બંધ કરાયો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:14 PM, 19 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના શાહીબાગમાંથી પસાર થતા વાહનચાલકો માટે મોટા સમાચાર છે. 23થી 28 જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ બંધ રહેશે.

ADVERTISEMENT

Ahmedabad News: અમદાવાદના શાહીબાગમાંથી પસાર થતા વાહનચાલકો માટે મોટા સમાચાર છે. 23થી 28 જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ બંધ રહેશે. બુલેટ ટ્રેનની કામગીરી માટે અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. કામપુરુ થયા બાદ 29 જાન્યુઆરીએ વાહનચાલકો માટે ફરી શરૂ કરવામાં આવી શકે છે.

Ahmedabad Shahibag Underpass: અમદાવાદના વાહનચાલકોને ચાલુ માસમાં ભારે ટ્રાફિકને કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે. બુલેટ ટ્રેનની કામગીરીને કારણે શહેરનો એક મુખ્ય અંડરપાસ સાત દિવસ માટે બંધ રાખવામાં આવશે.

shahibaug-underpass-1

અમદાવાદ શહેરમાં ભારે ટ્રાફિકની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. શહેરના મહત્ત્વના સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના લીધે આ વિસ્તારમાં ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. પહેલાથી જ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે હવે વધુ એક મહત્ત્વનો રસ્તો બંધ થવાને કારણે અમદાવાદીઓની સમસ્યામાં વધારો થશે. માહિતી પ્રમાણે 23થી 28 જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ બંધ રહેશે.

vtv app promotion

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે રખાશે બંધ

બુલેટ ટ્રેનની કામગીરીને લઈને અઠવાડિયા માટે શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જેને લીધે એરપોર્ટ અને ગાંધીનગર તરફથી આવતા ટ્રાફિકને ભારે અસર થશે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલ બુલેટ ત્રણ પ્રોજેક્ટના કામને કારણે શાહીબાગ અંડરપાસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે શાહીબાગ અંડરપાસ પાસે એક મહત્ત્વનું સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. જેને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીનું એલાન, 26 આમંત્રિત સભ્યો સાથે 106 લોકોને સ્થાન મળ્યું

વૈકલ્પિક રૂટ

હવે સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ બંધ થયા પછી વધુ એક મહત્ત્વનો રસ્તો બંધ થવાને કારણે શહેરીજનોએ ખાસ કરીને ઓફિસ અવર્સ દરમિયાન વૈકલ્પિક રૂટ પર નિર્ભર રહેવું પડશે. આ સિવાય દિલ્હી દરવાજા તરફ જતી AMTS-BRTS બસના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવતા લોકોને વધારે હાલાકી ભોગવવી પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shahibagh Underpass Gujarat News Ahmedabad News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ