બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના આંબલીમાં બિરાજે મા ખોડીયાર, હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર, ઈતિહાસ અનોખો

દેવ દર્શન / અમદાવાદના આંબલીમાં બિરાજે મા ખોડીયાર, હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર, ઈતિહાસ અનોખો

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:48 AM, 5 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષોથી મા ખોડિયાર અહીં સાક્ષાત બિરાજમાન છે. ભક્તોના દિલમાં, દુઃખમાં આશા બની, ભયમાં સંભાળ બની, અને જીવનમાં માર્ગદર્શન બની. મા કોઈને ખાલી હાથ પાછા મોકલતી નથી આ મંદિરે આવતા અસંખ્ય ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ છે.

અમદાવાદના આંબલી ગામમાં ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે. આશરે અઢી દાયકા જૂનું માતાજીનું આ મંદિર પહેલા નાનું હતુ. જ્યારે આ વિસ્તારમાં નવી વસાહત બનવાનું ચાલુ થયુ, ત્યારે ગામના વડીલોએ મળીને માતાજીના મંદિરને મોટુ બનાવવાનો નિર્ણય કર્યો અને થયુ હજારો ભક્તોના વિશ્વાસના કેન્દ્ર મા ખોડીયારના સુંદર મોટા મંદિરનું નિર્માણ. અમદાવાદનો આંબલી રોડ, આજે જ્યાં શહેરી ધબકારા, નવી ઇમારતો અને વ્યસ્ત માર્ગો છે, ત્યાં ઘણા દાયકાઓ પહેલા એક નવી વસાહતની શરૂઆત થઈ હતી. વર્ષ હતું 1981, જ્યાં વસાહતની શરુઆત થઈ તે પહેલાથી અહિં આંબલી ગામ આવેલું છે. અને જ્યારે આંબલી ગામની સ્થાપના કરવામાં આવી. તે સમયગાળામાં સુરક્ષા અને સુવિધાઓનો અભાવ હતો, પણ એક હતી શ્રદ્ધા. અને તે શ્રદ્ધાએ જન્મ આપ્યો એક મંદિરને, જે આજે હજારો ભક્તોના વિશ્વાસનું કેન્દ્ર છે. ગામના વડીલોએ સાથે મળીને માતૃશક્તિના આશીર્વાદથી ગામની રક્ષક અને કલ્યાણકારી મા ખોડિયારના મંદિરને મોટુ બનાવવાનો નિર્ણય કર્યો. વર્ષો જૂના માતાજીના નાના મંદિરમાં પહેલા માતાજીના ફોટાની પૂજા કરવામાં આવતી હતી. 1981માં જ્યારે આ વિસ્તારમાં વસાહતની શરૂઆત થઈ. ત્યારે શ્રદ્ધા અને સંરક્ષણનું સ્થાન જ્યાં માનસિક શક્તિ મળે, આશ્રય મળે તે મા ખોડિયાર માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને મોટા મંદિરનું નિર્માંણ કરી મંદિરમાં માતાજીની સુંદર મુર્તિની સ્થાપના કરી.

2323

અમદાવાદના આંબલીમાં મા ખોડીયાર બિરાજમાન

વર્ષોથી મા ખોડિયાર અહીં સાક્ષાત બિરાજમાન છે. ભક્તોના દિલમાં, દુઃખમાં આશા બની, ભયમાં સંભાળ બની, અને જીવનમાં માર્ગદર્શન બની. મા કોઈને ખાલી હાથ પાછા મોકલતી નથી આ મંદિરે આવતા અસંખ્ય ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ છે. કોઈને નોકરી મળી છે, કોઈને સંતાનસુખ પ્રાપ્ત થયુ છે, તે કોઈને આત્મિક શાંતિ મળી છે. માતાજીનું આ મંદિર માત્ર ઈંટ અને પથ્થરની રચના નથી. એ સમયની સાક્ષી છે, જ્યારે ગામની સ્થાપના થઈ હતી ત્યારે લોકો પાસે કોઈ ભવિષ્યની ખાતરી નહોતી પણ મા ખોડીયાર સાક્ષાત હતી. માતાજીના મંદિર પરિસરમાં વર્ષો જૂનો વડ આવેલો છે તેનુ અનેરુ મહત્વ છેં મંદિરે દર્શન કરવા આવતા ભાવિક ભક્તોની પોતાના મનોવાંચ્છીત ફળ માટે આ વડનું એક પત્તુ ઘરે લઈ જઈને જે સંક્લ્પ કરે તે ચોક્કસ પૂર્ણ થવાની દઢ માન્યતા છે. મંદિરની બાજુના ભાગમાં, ખોડિયાર માતાના દર્શન પછી નજર પડે છે ગોગા મહારાજના નાનકડા પણ શક્તિશાળી મંદિર પર. ગોગા મહારાજ એટલે લોકોના રક્ષક, શ્રદ્ધાના યોધ્ધા. આ બે દેવતાઓનું એકસાથે સ્થાન હોવું એ શ્રદ્ધાનો એક વિશેષ સંદેશ આપે છે. શક્તિ અને રક્ષા, બંને સાથે હોય ત્યારે જીવનમાં કોઈ ભય રહેતો નથી.

121212 12app promo2

આ પણ વાંચો: ઘુમા ગામમાં મહાકાળી માતાજીનું 150 વર્ષ જૂનું મંદિર, ભક્તોને પૂરે છે સાક્ષાત પરચા

મોટુ મંદિર બન્યા પછી કરી સુંદર મુર્તિની સ્થાપના કરી

દર રવિવારે અહીં વિશેષ આરતી યોજાય છે. મંદિર ઘૂઘરાંની ગૂંજ, ઘંટોની ધ્વનિ અને ભક્તિ ગીતોની મધુરતા સાથે ગુંજી ઉઠે છે. ગામના લોકો આજે પણ પોતાનાં ઘરે પ્રસાદી બનાવીને અહીં માતાજીને સમર્પિત કરે છે. એ માત્ર એક રીતિ નથી, એ છે માતાના પ્રતિ આભાર વ્યક્ત કરવાનો માર્ગ. આંબલી રોડ આજની તારીખે શહેરનો વ્યસ્ત વિસ્તાર બની ગયો છે. પરંતુ ખોડિયાર માતાનું આ મંદિર આજે પણ તેટલું જ પવિત્ર છે જેટલું વર્ષો પહેલા હતું. વર્ષો પસાર થયા, ગામ વિકસ્યું, રસ્તાઓ બન્યા, લાઈટ આવી, ઘરો ઊભાં થયા, પણ મંદિરનું સ્થાન લોકોના દિલમાં તેમ જ રહ્યું છે. અહીંની જમીન પર માત્ર ઈમારતો ઉભી નથી થઈ અહીં ઊભી થઈ છે ભક્તિ. સદીઓથી ચાલતી શ્રદ્ધાની પરંપરા અને માતૃશક્તિના આશીર્વાદની છાયાં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khodiyar Mataji Dev Darshan Khodiyar Mataji Temple

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ