બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ઘુમા ગામમાં મહાકાળી માતાજીનું 150 વર્ષ જૂનું મંદિર, ભક્તોને પૂરે છે સાક્ષાત પરચા

દેવ દર્શન / ઘુમા ગામમાં મહાકાળી માતાજીનું 150 વર્ષ જૂનું મંદિર, ભક્તોને પૂરે છે સાક્ષાત પરચા

Last Updated: 06:30 AM, 4 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ભાગોળે આવેલા ઘુમા ગામમાં તળાવની વચ્ચે મહાકાળી માતાજીનું મંદિર આવેલુ છે. તળાવની વચ્ચે બિરાજમાન મહાકાળી માતાજીનો ઘણા ભાવિકોને સાક્ષાત્કાર થયો છે. આશરે એકસો પચાસ વર્ષ જુના મહાકાળી માતાજીના મંદિરનો ઈતિહાસ અનેરો અને રોચક છે. આજે દેવદર્શનમાં મહાકાળી માતાજીના દર્શન કરીશુ અને જાણીશુ તેનો ઈતિહાસ...

અમદાવાદની ભાગોળે ધુમા ગામના તળાવની વચ્ચે આશરે 150 વર્ષથી મહાકાળી માતાજી બિરાજમાન છે. અનેરો ઈતિહાસ ધરાવતા મહાકાળી મંદિરમાં માતાજીની મુર્તિના દર્શન કરીએ ત્યારે જાણે માતાજી સાક્ષાત બિરાજમાન હોવાનો અલૌકિક અનુભવ થાય છે. દરેક ભક્તોના દુખો સાંભળતી મહાકાળી માનો અનેક ભાવિક ભક્તોને સાક્ષાત્કાર થયો છે. ઘુમા અને આજુબાજુના વિસ્તારના લોકોની મંદિર સાથે અખૂટ શ્રદ્ધા જોડાયેલી છે.

ઘુમા ગામના તળાવમાં પહેલા મહાકાળી માતાજીનું આ મંદિર નહોતું. આ મંદિર બનાવવા પાછળનો ઈતિહાસ જોઈએ તો, વર્ષો પહેલા ગામના એક પરિવારનો જુવાન દીકરો ઘુમાના આ તળાવમાં ડૂબ્યો હતો અને ચોવીસ કલાક વીતવા છતા દીકરો ન મળતા તે પરિવારે મહાકાળી માતાને પ્રાર્થના કરી હતી. અને કલાકોથી તળાવમાં પડેલો યુવાન દીકરો પરિવારને જીવંત મળી આવ્યો એટલે તે પરિવારે તળાવ વચ્ચે માતાજીનું મંદિર બનાવ્યું હતું.

અમદાવાદની ભાગોળે આવેલા મહાકાળી મંદિરમાં અનેક ભાવિકોના મહાકાળી માતાજીનો સાક્ષાત્કાર થયો હોવાના ઘણા પુરાવા છે. તળાવની વચ્ચે આવેલા આ મંદિરની આસપાસ ઘણા સાપ રહે છે. આજ સુધી સાપે કોઈને દંશ દીધો હોવાની ઘટના બની નથી. એક વખત માતાજી પાસે કરેલી અરજી મા પૂરી કરે જ છે ત્યારે ન માત્ર ઘુમા ગામ પરંતુ આજુબાજુના ગામના લોકો પણ માતાજીના દર્શને આવે છે અને માતાજી સમક્ષ કરેલ મનોકામના પૂર્ણ પણ થાય છે. મંદિરે આવતા ભક્તો માતાજી સમક્ષ સાચા દિલથી રજૂઆત કરે તે પૂર્ણ થાય છે

અમદાવાદની ભાગોળે ધુમા ગામના પાદરમાં તળાવની વચ્ચે બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરમાં દરરોજ મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. મંદિરે આવતા ઘણા ભાવિક ભક્તો માતાજી પાસે સાડી ધરવાની ટેક રાખે છે. ઘુમા અને આજૂબાજૂના ગ્રામવાસીઓની માતાજી પ્રત્યે એટલી શ્રદ્ધા છે કે લોકો પોતાના કામધંધે જતા પહેલા માતાજીના મંદિરે અચૂક શીશ નમાવીને જ જાય છે.

વધુ વાંચો: ગુરુના ઉદયથી ધનલક્ષ્મી રાજયોગનું નિર્માણ, જે આ રાશિના જાતકોને બનાવશે ધનવાન

અમદાવાદ શહેરમાં અનેક નાના મોટા મંદિરો આવેલા છે દરેક મંદિરમાં ભક્તોની લાગણી જોડાયેલી હોય છે આમાંનું એક મંદિર એટલે ઘુમા ખાતે આવેલું મહાકાળી માતાજીનું મંદિર. માતાજીના આ નાના મંદિરે ભાવિકો મોટી આશા લઈને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પોતાના મનોકામના વ્યક્ત કરે છે અને મહાકાળી માતાજીના પણ તેમના દરેક ભક્તો પર સદાય આશીર્વાદ રહે જ છે.

ખોબા જેવડા નાનકડા ઘુમા ગામમાં આમતો ખોડિયાર માતાજી, મેલડીમાં સહીતના અનેક નાના મોટા મંદિરો આવેલા છે. આ મંદિરમાં પ્રવેશ કરતા જ માતાજીના સાક્ષાત્કારનો અનુભવ થાય છે. તો આ મંદિરમાં બેસીને તમારા મનમાં ચાલતા વિચારોના યુદ્ધને પણ શાંતિ મળે છે. તળાવ અને વૃક્ષોની વચ્ચે આવેલા આ મંદિર દુરથી જોઇને જ આંખોને ટાઢક મળે છે.

તળાવ વચ્ચે બિરાજમાન મહાકાળી માતાજી પ્રત્યે સમગ્ર ગામજનોને અતૂટ શ્રદ્ધા છે. મંદિરમાં આજુબાજુના ગામના શ્રધાળુઓ દર્શને આવે છે ત્યારે આ મંદિરની વાત જ કંઈક અલગ છે. મંદિરે ભક્તો પોતાની જે કંઈ મનોકામના લઈને આવે છે તે હંમેશા પૂર્ણ થાય છે તેવી ભક્તોને શ્રદ્ધા છે. તો આ મંદિરનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે. આ મંદિરનું નિર્માણ યુવકનો જીવ બચવાને કારણે થયું છે. વર્ષો જુના આ મંદિરમાં આજે પણ તમે પ્રવેશ કરો ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે માતાજી હમણાં તમને હોકારો આપશે.....

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mahakali mata Devdharshan Ahamdabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ