ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના જજીસ બંગલોમાં પતિએ પત્ની પર કર્યું ફાય*રિંગ પછી આપ*ઘાત કર્યો, 2 મહિના પહેલા લગ્ન

ક્રાઇમ / અમદાવાદના જજીસ બંગલોમાં પતિએ પત્ની પર કર્યું ફાય*રિંગ પછી આપ*ઘાત કર્યો, 2 મહિના પહેલા લગ્ન

Published By: Priyankka Triveddi

Last Updated: 10:45 AM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો વિસ્તારમાં ગઈ કાલે રાતે એક મોટી ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં પતિ અને પત્ની બંનેના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

Ahmedabad Crime News: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા જજીસ બંગલો રોડ પર સ્થિત NRI ટાવરમાં મોડી રાતે બનેલી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ જજીસ બંગલો વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં પતિએ પહેલા પોતાની પત્ની પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ પોતે પણ માથે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પતિ-પત્ની વચ્ચે થયેલા ગંભીર ઝઘડાના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ ભાવનગરના રહેવાસી યશરાજ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરી ગોહિલ છેલ્લા બે મહિના પહેલા લગ્ન બંધનમાં બંધાયા હતા અને બંને NRI ટાવરમાં રહેતા હતા. ગત રાતે કોઈ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો. જે ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો. બોલાચાલી વધી જતા યશરાજે હથિયાર વડે રાજેશ્વરી પર ગોળીબાર કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને જમીન પર ઢળી પડી હતી.

ઘટના બાદ યશરાજે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો ત્યારે તબીબે રાજેશ્વરીને મૃત જાહેર કરી હતી. 108નો સ્ટાફ ઘરની બહાર નીકળ્યા બાદ યશરાજે પણ પોતાના માથે ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

મૃતક કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનો ભત્રીજો

બીજી મળતી પ્રાથમિક માહિતી મુજબ આપઘાત કરનાર મૃતક યશરાજ ગોહિલ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા હોવાની વાત સામે આવી છે. આટલું જ નહિ પણ મૃતક યશરાજના પિતાનું 26 વર્ષ પહેલા અવસાન થયું હતું અને તેના માતાએ પુત્રી અને પુત્રને ઉછેરી બન્નેના લગ્ન કરાવ્યા હતા. યશરાજ પોતે ક્લાસ વન ઓફિસર હતો અને તેણે તેની પત્નીને ગોળી મારીને પોતે પણ જીવનનો અંત આણ્યો હતો.

આ પણ વાંચો: 'જ્યારે પણ બોલાવશે ત્યારે હાજર થઈશ' SITની પૂછપરછ બાદ જયરાજ આહીરે તોડ્યું મૌન

vtv app add

બનાવની જાણ થતાં આસપાસના લોકો એકત્રિત થયા હતા. ઘટનાસ્થળે ઝોન-1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ અને વસ્ત્રાપુર પોલીસનો મોટો કાફલો પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને વસ્ત્રાપુર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NRI Tower Vastrapur police Ahmedabad crime news

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ