બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / 'જ્યારે પણ બોલાવશે ત્યારે હાજર થઈશ' SITની પૂછપરછ બાદ જયરાજ આહીરે તોડ્યું મૌન
Last Updated: 10:08 PM, 21 January 2026
Jayraj Ahir on Navneet Baldhiya Case : ભાવનગરમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસને લઈને રચાયેલી SIT દ્વારા તપાસને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે SIT સમક્ષ હજાર થયેલ માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીરની ત્રણ કલાકથી વધુ સમય સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ તરફ પૂછપરછ પૂર્ણ થયા બાદ જયરાજ આહીરે પ્રથમ વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
શું કહ્યું જયરાજ આહિરે ?
જયરાજ આહીરે કહ્યું કે, તેમને SITની તપાસ પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યારે પણ તપાસ એજન્સી તેમને બોલાવશે, ત્યારે તેઓ સહકાર આપવા તૈયાર રહેશે અને હાજર રહેશે. તેમના જણાવ્યા મુજબ, સત્ય સામે આવશે તેવી તેમને પૂરી આશા છે.
ADVERTISEMENT
ભાવનગર : જયરાજ આહીરની SITએ 3 કલાકથી વધુ પૂછપરછ કરી
— Priykant Journalist (@Priykantnews) January 21, 2026
જયરાજ આહીરે કહ્યું, SITની તપાસ પર વિશ્વાસ છે, જ્યારે બોલાવશે ત્યારે હાજર રહીશ#NavneetBaldhiyaCase #Bhavnagar #SITInvestigation #JayrajAhir #NavneetBaldhiya #GujaratNews #CrimeInvestigation #BreakingNews pic.twitter.com/nupv34xpDf
મહત્વનું છે કે, આ કેસમાં SITએ બે દિવસ પહેલા પીડિત નવનીત બાલધિયાની પણ પૂછપરછ કરી હતી. નવનીત બાલધિયાએ SIT સમક્ષ કુલ 15 મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પુરાવાઓના આધારે તપાસ વધુ આગળ વધે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
આજે SIT સમક્ષ હાજર થયા હતા જયરાજ આહીર
આજે લોકપ્રિય લોકકલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર તપાસ માટે SIT સમક્ષ હાજર થયા હતા. આજે જયરાજ આહીર નિવેદન નોંધાવવા માટે IG કચેરી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. SIT દ્વારા જયરાજ આહિરને તપાસમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જેના અનુસંધાને તેઓ નિર્ધારિત સમયે હાજર થયા.
ADVERTISEMENT
નવનીત બાલધિયા મારામારી કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર, મોં પણ ન ખોલ્યું! #bagdana #babal #navneet #navneetbaladhiya #koli #kolisamaj #Ahir #ahirsamaj #Mayabhai #jayrajahir #hirabhai #hirasolanki #vtvdigital pic.twitter.com/zxH35LWwWQ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 21, 2026
શું છે આરોપ?
ADVERTISEMENT
નવનીત બાલધિયાએ આરોપ લગાવ્યો છે કે, તેમના પર થયેલા હુમલાની પાછળ જયરાજ આહિરની ભૂમિકા છે. માત્ર એટલું જ નહીં, તેમના પર માર મારવાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. હાલ SIT આ તમામ આરોપોની વિગતવાર તપાસ કરી રહી છે.
જયરાજ આહિર લોકપ્રિય લોકકલાકાર અને સામાજિક રીતે જાણીતા ચહેરા માયાભાઈ આહિરના પુત્ર છે. આ કારણે આ કેસ માત્ર કાનૂની જ નહીં પરંતુ સામાજિક અને રાજકીય ચર્ચાનો વિષય પણ બની ગયો છે. હાલ SIT દ્વારા બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને પુરાવાઓની ચકાસણી ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે સાચી હકીકત બહાર આવશે. આ કેસ પર સમગ્ર રાજ્યની નજર ટકી છે. આ તપાસના ભાગરૂપે આજે સવારે SITએ બગદાણાના રામભાઈ વાળા અને મહુવાના ચેતન ઉર્ફે આપા સોનીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બંનેની લગભગ બે થી અઢી કલાક સુધી વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ પૂર્ણ થયા બાદ બંને વ્યક્તિઓ મીડિયા સામે આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું અને મૌન જાળવ્યું છે.
ADVERTISEMENT

અગાઉ નવનીત બાલધિયાની પણ પૂછપરછ
આ પહેલા SIT દ્વારા નવનીત બાલધિયાને પણ IG ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં તેમની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાક્રમ અંગે વિસ્તૃત માહિતી લેવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ SIT કોઈ પણ દોષિત બચી ન જાય તે માટે દરેક પુરાવા અને નિવેદનનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહી છે.
સમગ્ર વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
આ સમગ્ર મામલાની શરૂઆત એક ભજન કાર્યક્રમ દરમિયાન થયેલી જાહેરાતથી થઈ હતી. 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ યોગેશભાઈ સાગરને “મેનેજિંગ ટ્રસ્ટી” તરીકે ઉલ્લેખ કર્યો હતો. આ વાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, માત્ર ટ્રસ્ટીઓ જ છે. બાદમાં માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગતો વીડિયો નવનીત બાલધિયાને મોકલ્યો હતો, જે પણ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થયો હતો. આ પછી ઘટનાઓએ વળાંક લીધો અને મામલો મારામારી સુધી પહોંચ્યો. હાલ આ કેસે સ્થાનિક તેમજ રાજકીય સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હવે સૌની નજર SITની તપાસ અને આગામી કાર્યવાહી પર ટકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.