બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / VIDEO : નવનીત બાલધિયા મારામારીમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર, મોં ન ખોલ્યું!
Last Updated: 06:03 PM, 21 January 2026
Navneet Baldhiya Case : બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં તપાસ વધુ તેજ બની છે. વાસ્તવમાં આજે આ મામલે લોકપ્રિય લોકકલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર તપાસ માટે SIT સમક્ષ હાજર થયા હતા. આજે જયરાજ આહીર નિવેદન નોંધાવવા માટે IG કચેરી પહોંચ્યા હતા.
ADVERTISEMENT
SIT દ્વારા સમન્સ પાઠવાયું હતું
ઉલ્લેખનીય છે કે, આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. SIT દ્વારા જયરાજ આહિરને તપાસમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જેના અનુસંધાને તેઓ નિર્ધારિત સમયે હાજર થયા.
ADVERTISEMENT
નવનીત બાલધિયા મારામારી કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર, મોં પણ ન ખોલ્યું! #bagdana #babal #navneet #navneetbaladhiya #koli #kolisamaj #Ahir #ahirsamaj #Mayabhai #jayrajahir #hirabhai #hirasolanki #vtvdigital pic.twitter.com/zxH35LWwWQ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 21, 2026
શું છે આરોપ?
ADVERTISEMENT
નવનીત બાલધિયાએ આરોપ લગાવ્યો છે કે, તેમના પર થયેલા હુમલાની પાછળ જયરાજ આહિરની ભૂમિકા છે. માત્ર એટલું જ નહીં, તેમના પર માર મારવાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. હાલ SIT આ તમામ આરોપોની વિગતવાર તપાસ કરી રહી છે.
જયરાજ આહિર લોકપ્રિય લોકકલાકાર અને સામાજિક રીતે જાણીતા ચહેરા માયાભાઈ આહિરના પુત્ર છે. આ કારણે આ કેસ માત્ર કાનૂની જ નહીં પરંતુ સામાજિક અને રાજકીય ચર્ચાનો વિષય પણ બની ગયો છે. હાલ SIT દ્વારા બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને પુરાવાઓની ચકાસણી ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે સાચી હકીકત બહાર આવશે. આ કેસ પર સમગ્ર રાજ્યની નજર ટકી છે. આ તપાસના ભાગરૂપે આજે સવારે SITએ બગદાણાના રામભાઈ વાળા અને મહુવાના ચેતન ઉર્ફે આપા સોનીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બંનેની લગભગ બે થી અઢી કલાક સુધી વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ પૂર્ણ થયા બાદ બંને વ્યક્તિઓ મીડિયા સામે આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું અને મૌન જાળવ્યું છે.
ADVERTISEMENT

અગાઉ નવનીત બાલધિયાની પણ પૂછપરછ
ADVERTISEMENT
આ પહેલા SIT દ્વારા નવનીત બાલધિયાને પણ IG ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં તેમની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાક્રમ અંગે વિસ્તૃત માહિતી લેવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ SIT કોઈ પણ દોષિત બચી ન જાય તે માટે દરેક પુરાવા અને નિવેદનનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહી છે.
આ પણ વાંચો : નવનીત બાલધિયા મારામારી : SITએ બગદાણાના રામ વાળા અને ચેતન સોનીની પૂછપરછ કરી
ADVERTISEMENT
સમગ્ર વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
આ સમગ્ર મામલાની શરૂઆત એક ભજન કાર્યક્રમ દરમિયાન થયેલી જાહેરાતથી થઈ હતી. 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ યોગેશભાઈ સાગરને “મેનેજિંગ ટ્રસ્ટી” તરીકે ઉલ્લેખ કર્યો હતો. આ વાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, માત્ર ટ્રસ્ટીઓ જ છે. બાદમાં માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગતો વીડિયો નવનીત બાલધિયાને મોકલ્યો હતો, જે પણ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થયો હતો. આ પછી ઘટનાઓએ વળાંક લીધો અને મામલો મારામારી સુધી પહોંચ્યો. હાલ આ કેસે સ્થાનિક તેમજ રાજકીય સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હવે સૌની નજર SITની તપાસ અને આગામી કાર્યવાહી પર ટકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.