બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / નવનીત બાલધિયા મારામારી : SITએ બગદાણાના રામ વાળા અને ચેતન સોનીની પૂછપરછ કરી

ભાવનગર / નવનીત બાલધિયા મારામારી : SITએ બગદાણાના રામ વાળા અને ચેતન સોનીની પૂછપરછ કરી

Priykant Shrimali

Last Updated: 04:47 PM, 21 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navneet Baldhiya Case : SITએ બગદાણાના રામભાઈ વાળા અને મહુવાના ચેતન ઉર્ફે આપા સોનીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બંનેની લગભગ બે થી અઢી કલાક સુધી વિગતવાર પૂછપરછ કરવામાં આવી, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

Navneet Baldhiya Case : બગદાણાના નવનીત બાલધિયા પર થયેલી મારામારીના કેસમાં તપાસ હવે વધુ ઝડપ પકડી રહી છે. વાસ્તવમાં રાજ્ય સરકાર દ્વારા રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા કેસની દરેક કડીને ગંભીરતાથી તપાસવામાં આવી રહી છે. ભાવનગર સ્થિત IG ઓફિસમાં એક પછી એક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, આ તપાસના ભાગરૂપે SITએ બગદાણાના રામભાઈ વાળા અને મહુવાના ચેતન ઉર્ફે આપા સોનીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બંનેની લગભગ બે થી અઢી કલાક સુધી વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ પૂર્ણ થયા બાદ બંને વ્યક્તિઓ મીડિયા સામે આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું અને મૌન જાળવ્યું છે.

જયરાજ આહીરને સાંજે હાજર રહેવાનો આદેશ

આ કેસમાં તપાસને આગળ વધારતા SIT દ્વારા લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને પણ તેડું મોકલવામાં આવ્યું છે. SIT દ્વારા તેમને સાંજે 5 વાગ્યે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે મુખ્ય ફરિયાદી નવનીત બાલધિયાએ આ હુમલાની પાછળ ષડયંત્ર રચવાનો આક્ષેપ જયરાજ આહીર પર મૂક્યો છે. નવનીત બાલધિયાએ SIT સમક્ષ હુમલાને લગતા લગભગ 15 પુરાવાઓ રજૂ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. કોળી સમાજની માંગ બાદ સરકારે આ કેસમાં SITની રચના કરી હતી, ત્યારથી તપાસ સતત આગળ વધી રહી છે.

અગાઉ નવનીત બાલધિયાની પણ પૂછપરછ

આ પહેલા SIT દ્વારા નવનીત બાલધિયાને પણ IG ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં તેમની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાક્રમ અંગે વિસ્તૃત માહિતી લેવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ SIT કોઈ પણ દોષિત બચી ન જાય તે માટે દરેક પુરાવા અને નિવેદનનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહી છે.

આ પણ વાંચો : ગીર સોમનાથના તાલાલામાં યુવક-સગીરાએ ગળેફાંસો ખાધો, કારણ એવું કે લોકો છક થઈ ગયા

સમગ્ર વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

આ સમગ્ર મામલાની શરૂઆત એક ભજન કાર્યક્રમ દરમિયાન થયેલી જાહેરાતથી થઈ હતી. 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ યોગેશભાઈ સાગરને “મેનેજિંગ ટ્રસ્ટી” તરીકે ઉલ્લેખ કર્યો હતો. આ વાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, માત્ર ટ્રસ્ટીઓ જ છે. બાદમાં માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગતો વીડિયો નવનીત બાલધિયાને મોકલ્યો હતો, જે પણ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થયો હતો. આ પછી ઘટનાઓએ વળાંક લીધો અને મામલો મારામારી સુધી પહોંચ્યો. હાલ આ કેસે સ્થાનિક તેમજ રાજકીય સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હવે સૌની નજર SITની તપાસ અને આગામી કાર્યવાહી પર ટકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bagdana Navneet Baldhiya Case Navneet Baldhiya
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ