ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સોમનાથના તાલાલામાં યુવક-સગીરાએ ગળેફાંસો ખાધો, કારણ એવું કે લોકો છક થઈ ગયા
Last Updated: 04:07 PM, 21 January 2026
ADVERTISEMENT
Gir Somnath News : ગીર સોમનાથથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામમાં એક 24 વર્ષીય યુવક અને 15 વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ તરફ ઘટનાને લઈ મૃતકોના પરિવારજનો સહીત ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર ઘટના ?
પ્રાથમિક વિગતો મુજબ મૃતક યુવકનું નામ ભાવેશ બગડા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે બંને પરિવારો દ્વારા આ સંબંધ વિશે અજાણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ તરફ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહોને તાલાલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાના સાચા કારણો જાણવા વધુ તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ