ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં લેડી પોલીસ સાથે દુષ્કર્મ, યુવકે ધાક-ધમકી આપીને બાંધ્યાં શારીરિક સંબંધ, આરોપીનું નામ જાહેર

ગુનો / ભાવનગરમાં લેડી પોલીસ સાથે દુષ્કર્મ, યુવકે ધાક-ધમકી આપીને બાંધ્યાં શારીરિક સંબંધ, આરોપીનું નામ જાહેર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:05 PM, 21 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar Police: ભાવનગરમાં લેડી પોલીસ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે.

ADVERTISEMENT

Bhavnagar Police: ભાવનગરમાં લેડી પોલીસ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. યુવકે ધાક-ધમકી આપીને બળજબરીથી શારીરિક સંબંધ બાધ્યા હતા. આ મામલે ગુનો નોધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી સિહોરનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

rape-simple

રાજ્યમાં મહિલા સુરક્ષા પર ફરી સવાલ ઉઠ્યા છે. દુષ્કર્મની વધતી જતી ઘટનાઓને પગલે હવે સુરક્ષિત મનાતા ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઇ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ભાવનગરમાં મહિલા પોલીસ કર્મચારી સાથે દુષ્કર્મની ઘટના બની છે. 20 જાન્યુઆરીની મોડી રાત્રે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોધવામાં આવી છે તેમજ DySP આર.આર.સિંઘલને આ સમગ્ર મામલાની તપાસ સોપવામાં આવી છે.

ભાવનગર શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી એક મહિલાને ધાકધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભોગ બનનાર મહિલા પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ભાવનગર યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલ,ગોગો પેપર,કોડીન સિરપ અને લીલો ગાંજો મળ્યો

સોશિયલ મીડિયાથી મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યું

ઘટનાની મળતી પ્રાથમિક માહિતી અનુસાર પીડિત મહિલા પોલીસ કર્મચારી અને આરોપી યુવકનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થયો હતો. સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જોકે આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી આરોપીએ મહિલા પોલીસકર્મીને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની ધાકધમકી આપી અનેકવાર આ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Police Rape Bhavnagar News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ