ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલ,ગોગો પેપર,કોડીન સિરપ અને લીલો ગાંજો મળ્યો
Last Updated: 04:44 PM, 20 January 2026
ADVERTISEMENT
ભાવનગર શહેરની શિક્ષણનું ધામ ગણાતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી (MKBU)ના કેમ્પસમાં નશાના કારોબારનો ગંભીર મામલો સામે આવ્યો છે. NSUI દ્વારા કરાયેલી તપાસ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજો, કોડીન સીરપ, ગોગો પેપર તેમજ દારૂની ઢગલાબંધ ખાલી બોટલો મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરેલ બાઈકમાંથી ગાંજો મળી આવ્યો
મળતી માહિતી મુજબ યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરેલી એક બાઈકમાંથી લીલો ગાંજો મળી આવ્યો હતો. આ ઉપરાંત કેમ્પસના વિવિધ વિસ્તારોમાંથી દારૂની ખાલી બોટલો, ગોગો પેપર અને કોડીન સીરપ પણ મળ્યા હતા, જે નશાના વ્યાપક ઉપયોગ અને શક્ય કારોબાર તરફ સંકેત કરે છે.
ADVERTISEMENT

NSUI ના કાર્યકરોએ ગંભીર આક્ષેપો કર્યા
ADVERTISEMENT
NSUIના કાર્યકર્તાઓએ મળેલા નશાના સામાનને જપ્ત કરીને તરત જ પોલીસને જાણ કરી હતી. NSUIએ આ મામલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, શિક્ષણના પરિસરમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચિંતાજનક છે અને યુવાનોના ભવિષ્ય માટે ખતરનાક છે.

ADVERTISEMENT
ભરત રામાનુજ - VC ભાવનગર યુનિવર્સીટી
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે શું કહ્યું.
ADVERTISEMENT
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી આવેલ નશીલા પદાર્થને લઈ વાઈસ ચાન્સેલર ભરત રામાનુજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વાઈસચાન્સેલર ભરત રામાનુજે ગાંજો મળ્યો હોવાનું સ્વીકાર્યું છે. 200 એકરના કેમ્પસમાં અમારી નિયમિત અવર જવર ન હોય તે શક્ય નથી. 24 કલાક દરેક જગ્યાએ સિક્યુરિટી ઉભી રહે તે પણ શક્ય નથી. કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળવો એ બનાવ જોગ છે. અવાવરૂ જગ્યાની સાફ સફાઈ કરીને સિક્યુરિટીને કડક સૂચના આપી છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની સ્કૂલબેગમાં દારૂની હેરાફેરી, લોકોએ જનતા રેડ કરી ઝડપ્યો દારૂ
ADVERTISEMENT
પોલીસ દ્વારા તપાસ શરૂ કરી
હાલ પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં નશાનો સામાન મળતા સુરક્ષા વ્યવસ્થા અને વહીવટ પર પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. હવે જોવાનું રહ્યું કે તપાસમાં કેટલા મોટા ખુલાસા થાય છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.