ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની સ્કૂલબેગમાં દારૂની હેરાફેરી, લોકોએ જનતા રેડ કરી ઝડપ્યો દારૂ
Last Updated: 04:22 PM, 20 January 2026
ADVERTISEMENT
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેપારના ચોંકાવનારા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગામમાંથી એવો ખુલાસો થયો છે કે બુટલેગરો દારૂના વેચાણ અને સપ્લાય માટે હવે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે.
ADVERTISEMENT

સ્કૂલ બેગમાંથી દારૂ મળી આવ્યો
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, સરા ગામના સ્થાનિક લોકોએ શંકાના આધારે કેટલાક વિદ્યાર્થીઓની સ્કૂલબેગ તપાસી હતી. તપાસ દરમિયાન બેગમાંથી દારૂની બોટલો મળી આવતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગામજનોએ તરત જ જનતારેડ કરી દારૂ ઝડપી લીધો અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ખુલાસો કર્યો.

ADVERTISEMENT
ગ્રામજનો દ્વારા આક્ષેપ કર્યા
ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મૂળી તાલુકાના સરા ગામે ખુલ્લેઆમ દારૂના વેચાણને લઈને કેટલાક યુવાનો એકઠા થયા હતા. યુવાનોએ સ્કૂલે જતા વિદ્યાર્થીઓને અટકાવ્યા હતા અને તેમની સ્કૂલ બેગની તપાસ કરતા બેગમાંથી પુસ્તકોની જગ્યાએ દારૂ મળી આવ્યો હતો. જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ ચોકીએ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શૈલેષ ભટ્ટના ભત્રીજા સહિત પૂર્વ MLA નલિન કોટડિયાના સબંધીની ધરપકડ, થઇ શકે મોટા ખુલાસા
સળગતા સવાલ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.