ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શૈલેષ ભટ્ટના ભત્રીજા સહિત પૂર્વ MLA નલિન કોટડિયાના સબંધીની ધરપકડ, થઇ શકે મોટા ખુલાસા

અમદાવાદ / શૈલેષ ભટ્ટના ભત્રીજા સહિત પૂર્વ MLA નલિન કોટડિયાના સબંધીની ધરપકડ, થઇ શકે મોટા ખુલાસા

Published By: Vidhata Gothi

Last Updated: 03:32 PM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Cryptocurrency Case: ગુજરાતનાં બહુચર્ચિત ક્રિપ્ટો કરન્સી અને બિટકોઇન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિજનોની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ક્રિપ્ટો કરન્સી અને બિટકોઇન હેરાફેરી કેસમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિજનોની ધરપકડ કરવામાં આવી છે. માહિતી પ્રમાણે, 240 કરોડથી વધુના ક્રિપ્ટો કરન્સી અને બિટકોઇનના ટ્રાન્ઝેક્શનના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટની ધરપકડ કરી છે. આ સિવાય પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાના સબંધી સંજય કોટડીયાની ધરપકડ કરી છે.

બિટકોઇન કેસમાં EDની કાર્યવાહી

240 કરોડ રૂપિયાથી વધુના બિટકોઇન કેસમાં તપાસ ચાલી રહી છે, ત્યારે તપાસમાં મહત્ત્વના પુરાવા હાથ લાગતા વધુ 2ની ધરપકડ કરવામાં આવી. આ મામલે EDએ વધુ તપાસ કરવા માટે વિશેષ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જો કે વિશેષ કોર્ટે બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે આ રિમાન્ડ બાદ આવનારા દિવસોમાં આ કેમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

બચાવ પક્ષના વકીલે કહ્યું - આજે 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. મિર્ઝાપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. બે આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા. અને બંને આરોપીના બિટકોઇનના ટ્રાન્ઝેક્શનને લઈને આ ગુનામાં તેઓ સંડોવાયેલા હતા. 260 કરોડની આસપાસના ટ્રાન્ઝેક્શન છે. જેમાં નામદાર કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા, દલીલ પછી કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે."

vtv app promotion

વધુ ખુલાસા થવાની શક્યતા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બંને આરોપીઓ સામે ક્રિપ્ટો કરન્સી અને બિટકોઇન સંબંધિત ટ્રાન્ઝેક્શન અંગે તપાસ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન ED દ્વારા ડિજિટલ વૉલેટ, ટ્રાન્ઝેક્શન રેકોર્ડ અંગે અને આમાં અન્ય લોકોની સંડોવણી સંબંધિત પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચો: સ્કૂલમાં દાળ-ભાત જમ્યા બાદ 35થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, વાલીઓ ચિંતામાં

જણાવી દઈએ કે આ કેસ ઘણા સમયથી ચર્ચામાં છે અને તેમાં મોટા પ્રમાણમાં પૈસાની હરફેર થવાનો આક્ષેપ છે. ત્યારે હવે EDની આ તાજેતરની કાર્યવાહી બાદ આ કેસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cryptocurrency Fraud Bitcoin Scam Enforcement Directorate

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ