ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્કૂલમાં દાળ-ભાત જમ્યા બાદ 35થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, વાલીઓ ચિંતામાં

બનાસકાંઠા / સ્કૂલમાં દાળ-ભાત જમ્યા બાદ 35થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, વાલીઓ ચિંતામાં

Published By: Priyankka Triveddi

Last Updated: 11:11 AM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Palanpur News: રાજ્યમાં 35 થી વધુ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બનતા વાલીઓ ચિંતામાં મુકાયા છે અને તંત્રની કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થયા છે.

ADVERTISEMENT

Banaskantha Palanpur Food Poisoning: બનાસકાંઠાના પાલનપુરના જગાણાની એક સ્કૂલમાં એક સાથે 35 વિદ્યાર્થીઓ ફૂડ પૉઇઝનિંગનો ભોગ બન્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂલમાં દાળ-ભાત જમ્યા પછી આ વિદ્યાર્થીઓને અસર થઈ હતી અને જેના લીધે વાલીઓ ચિંતામાં મુકાયા છે.

પાલનપુરના જગાણાની એકલવ્ય મોડલ સ્કૂલમાં 35 વિદ્યાર્થીઓ એક સાથે ફૂડ પૉઇઝનિંગનો શિકાર થયા છે. આ બાળકોને બપોરના ભોજનમાં દાળ ભાત પીરસવામાં આવ્યા હતા જે બાદ વિદ્યાર્થીઓની તબિયત અચાનક જ ખરાબ થવા લાગી હતી. અને એક પછી એક 30-35 બાળકોને અસર થતાં સ્કૂલ સંચાલકો અને શિક્ષકો દોડતા થયા હતા. બપોરે જમ્યા પછી ફૂડ પૉઇઝનિંગની અસર થતાં બાળકોની તબિયત બગડતા, ઊલટીઓ થતાં જ બાળકોને તાત્કાલિક સારવાર અર્થએ પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.

palanpur

તબિયત બગડતા વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાતા તરત જ તેમને એડમિટ કરીને બોટલો ચડાવવાની જરૂર પડી હતી. એક સાથે 35 બાળકોની તબિયત લાથડતા સ્કૂલ અને હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ આ અંગે વાલીઓને જાણ થતાં વાલીઓમાં પણ ચિંતા અને ભાગદોડ થઈ હતી.

આ ઘટનાની જાણ થતાં જ રાતે આરોગ્ય અધિકારી તેમજ પ્રાંત અધિકારીઓ પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ અંગે જાણકારી મેળવી હતી અને યોગ્ય તપાસ માટે બાંહેધરી આપી હતી. અન્ર આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા જેના પરથી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: હવે વટવાના વાનર વટ તળાવની આસપાસ ચાલ્યો તંત્રનો હથોડો, 400થી વધુ ગેરકાયદે દબાણો વિરૂદ્ધ એક્શન

Vtv App Promotion

છેલ્લી મળતી માહિતી મુજબ હાલ આ તમામ બાળકોની હાલત સ્થિર છે અને અન્ય કોઈ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું નથી. પણ બીજી તરફ શાળામાં ભોજનના લીધે બાળકોની તબિયત ખરાબ થતાં તંત્ર સામે પ્રશ્નો અને અન્ય વાલીઓમાં ભય પણ છવાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Midday Meal Banaskantha school News Palanpur School Food Poisoning

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ