બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવે વટવાના વાનર વટ તળાવની આસપાસ ચાલ્યો તંત્રનો હથોડો, 400થી વધુ ગેરકાયદે દબાણો વિરૂદ્ધ એક્શન
Last Updated: 10:36 AM, 20 January 2026
Ahmedabad Vatva Mega Demolition: ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને તળાવને ડેવલપ કરવાની ક્રિયા સરકારે હાથ ધરી છે અને તે અંતર્ગત અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર આ બે વિસ્તરારોમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે ને હવે આજે મેગા ડિમોલોશન અમદાવાદના વટવા તળાવ ખાતે હાથ ધરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

વટવાના વાનર વટ તળાવ પરના ગેરકાયદે દબાણ દૂર કરવા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આજે સવારથી જ વાનર વટ તળાવ આસપાસના 400થી વધુ દબાણ દૂર કરવા માટે તંત્ર કામે લાગ્યું છે.
ADVERTISEMENT
વટવાના વાનર વટ તળાવની આસપાસ તંત્રનું મેગા ડિમોલિશન, 400થી વધુ ગેરકાયદે દબાણો વિરૂદ્ધ કાર્યવાહી #Vatva #MegaDemolition #EncroachmentRemoval #LakeProtection #AhmedabadNews #CivicAction #BreakingNews #Reels #Shorts #GujaratiNews #VTVDigital pic.twitter.com/Ra4DTLryMM
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 20, 2026
આજે વહેલી સવારથી કુલ 4 ફેઝમાં 8 ટીમે ડિમોલિશન કામગીરી શરૂ કરી છે અને આજે બપોર સુધીમાં આ કામ પૂરું થશે. આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂરી થાય એ માટે સાવરથી જ શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાનો અને કોર્પોરેશનનો 300 કામર્ચારીઓનો સ્ટાફ કામે લાગ્યો છે. આ સાથે 12 હિટાચી અને 7 JCB મશીન તેમજ શ્રમિકોની મદદથી દબાણો દૂર કરાઈ રહ્યા છે.
ADVERTISEMENT

અમદાવાદમાં કોર્પોરેશનના હસ્તકના તળાવોના રીડેવલેપમેન્ટ અને તળાવના બ્યુટીફિકેશન કરવાના હેતુસર તળાવોની આસપાસથી ગેરકાયદે દબાણો દૂર કરીને ત્યાં જગ્યા કરવામાં આવી રહી છે. વટવા વાનર વટ તળાવ આસપાસની 28 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે અને ત્યાં ભવિષ્યમાં તળાવની બ્યુટીફીકેશન કરવામાં આવશે. હાલ આ 28000 ચોરસ મીટર જગ્યા પર 430 જેટલી દુકાનો અને મકાનોનું બાંધકામ થયેલું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આ 28000 ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદે દબાણને કારણે વટવા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરવો થતો હતો. અને કાયમી આ વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યાથી શહેરીજનો પરેશાન પણ હતા. ગટરના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટે પણ ડિમોલિશન હાથ ધરાયું છે.

ADVERTISEMENT
જો કે હાલ આ વિસ્તારમાં રહેતા લોકોને આ ડિમોલિશનના લીધે તકલીફ ના પડે તે માટે કોર્પોરેશન દ્વારા જે લોકો પાસે વર્ષ 2010 પહેલાના રહેણાંકના પુરાવા હશે તેમના રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરાશે અને ઉપરાંત હાલ ધાર્મિક સિવાયના દબાણો હટાવાશે .
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.