ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / નો હેલ્મેટ, નો સેફ્ટી બેલ્ટ, અને 10 ફૂટ ઊંચાઈએથી શ્રમિક પટકાતાં...! ગંભીરા બ્રિજના કોન્ટ્રાક્ટરની 'ગંભીર' બેદરકારી

આણંદ / નો હેલ્મેટ, નો સેફ્ટી બેલ્ટ, અને 10 ફૂટ ઊંચાઈએથી શ્રમિક પટકાતાં...! ગંભીરા બ્રિજના કોન્ટ્રાક્ટરની 'ગંભીર' બેદરકારી

Published By: Priyankka Triveddi

Last Updated: 09:21 AM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gambhira Bridge: વડોદરાનો ગંભીરા બ્રિજ ફરી એકવાર ગંભીર બેદરકારીનો ભોગ બન્યો છે. શું છે સમગ્ર વિગત જાણો એક ક્લિકે..,

ADVERTISEMENT

Vadodara Gambhira Bridge: વડોદરા-આણંદને જોડતો ગંભીરા બ્રિજ ગત 9 જુલાઇના રોજ અચાનક તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આ બ્રિજ તૂટી પડવાથી તેના સમારકામને લીધે આ બ્રિજ વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. લગભગ 6 મહિના પછી ફરી આ ગંભીરા બ્રિજ ગંભીર ભૂલનો ભાગ બન્યો છે.

મળતી માહિતી મુજબ આણંદના ગંભીરા બ્રિજનું હાલ સમારકામ ચાલે છે. અને આ બ્રિજ નિર્માણના કામમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જ્યારે 9 જુલાઇના રોજ બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો ત્યારે પણ આજ બેદરકારી સામે આવી હતી કે જર્જરિત હાલતમાં બ્રિજ હોવા છતાં ભારે વાહનોની અવર જવર આ બ્રિજ પર ચાલુ હતી. ત્યારે ફરી એક વાર ગંભીરા બ્રિજ ચર્ચામાં છે.

gambhira-bridge1

વાત જાણે એમ છે કે હાલ આ ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને તેમાં તંત્રની પોલ ખૂલીને સામે આવી છે. આ કાર્યના નિર્માણ માટે શ્રમિકો એક બાજુ કામ કરી રહ્યા છે. ત્યારે આ બ્રિજના કિલમ પર સેંટરિંગ કરતાં એક અકસ્માત સર્જાયો છે અને જેના કારણમાં બેદરકારી સામે આવી છે.

આ બ્રિજ પર આશરે 10 ફૂટની ઊંચાઈએ બિહારના જુલફર ખાન નામના શ્રમિક કોલમ પર સેન્ટરિંગનું કામકરી રહ્યા હતા અને આ વખતે 10 ફૂટ ઊંચાઈથી પટકાતાં શ્રમિક જુલફર ખાનને ગંભીર ઈજા થઈ છે. જો કે હાલ જુલ્ફર ખાનને સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. પણ આ મામલે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી આવી સામે આવી છે.

gambhira

આ બ્રિજ પર કામ કરી રહેલ શ્રમિકો કન્સ્ટ્રક્શન સાઇટ પરના સુરક્ષાના નિયમોને ધ્યાનમાં લીધા વિના જ કામ કરી રહ્યા છે. તપાસમાં એ સામે આવ્યું છે કે કે કારીગર 10 ફૂટ ઊંચાઈએ કૉલમનું સેંટરિંગ કરી રહયો હતો તેણે કન્સ્ટ્રક્શન સાઇટ પરના નિયમ મુજબ સુરક્ષાના પગલાં રૂપે હેલમેટ કે સેફટી બેલ્ટ માંથી એકપણ વસ્તુ ધારણ કરી નહોતી. જે કોન્ટ્રાક્ટરની ગંભીર ભૂલ અને બેદરકારીને છતી કરે છે.

આ પણ વાંચો: સુરતમાં 6 કરોડની કિંમતનું કોબ્રાનું ઝેર ઝડપાયું, અમદાવાદી સોની પાસેથી લવાયું, રેવ પાર્ટીમાં નશાની આશંકા

vtv app promotion

હાલ ગંભીરા બ્રિજના નિર્માણ કામ દરમિયાન ઇજા પામેલ બિહારના જુલફર ખાન નામના શ્રમિકને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. પણ બીજી બાજુ આ ગંભીર ભૂલ કોન્ટ્રાક્ટરના બેદરકારીને લીધે થઈ છે ત્યારે કારીગરોની સેફટી અને કામને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gambhira bridge Repair Vadodara Anand Bridge Accident ગંભીરા બ્રિજ બેદરકારી

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ