ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં 6 કરોડની કિંમતનું કોબ્રાનું ઝેર ઝડપાયું, અમદાવાદી સોની પાસેથી લવાયું, રેવ પાર્ટીમાં નશાની આશંકા
Last Updated: 11:46 PM, 19 January 2026
ADVERTISEMENT
સુરત પોલીસે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત 5 કરોડથી વધુ કિંમતના પ્રતિબંધિત કોબ્રા સાપના ઝેરનું સ્મગલિંગ કરતા નેટવર્કને પકડી પાડ્યું છે. આ કાર્યવાહીમાં કુલ 6.5 મિલીલીટર કોબ્રા સાપનું ઝેર જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 5 કરોડ 85 લાખ રૂપિયા છે. સરથાણા જકાતનાકા પાસે ગઢપુર રોડ પર આવેલી એક મેરેજ બ્યુરોની ઓફિસમાં રેડ કરવામાં આવી હતી. આ ઓફિસમાં ઝેરની ડીલ ફાઈનલ કરવા માટે આરોપીઓ એકઠા થયા હોવાની માહિતી મળી હતી.
ADVERTISEMENT

કેટલા આરોપીઓની ધરપકડ કરી
ADVERTISEMENT
પોલીસે કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં મનસુખ ધીનૈયા, ચીમન ભૂવા, સમીર પંચાલ, પ્રવીણ શાહ, મકરંદ કુલકર્ણી, કેતન શાહ અને પ્રશાંત શાહનો સમાવેશ થાય છે. જેમાંથી મનસુખ ધીનૈયા અને ચીમન ભૂવા સુરતના રહેવાસી છે, જ્યારે અન્ય આરોપીઓ વડોદરાના છે. આરોપીઓએ આ ઝેરને 9 કરોડ રૂપિયામાં વેચવાની ડીલ ફાઈનલ કરી દીધી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં 1 મિલીલીટર કોબ્રા સાપના ઝેરનો ભાવ આશરે 90 લાખ રૂપિયા છે. આ ઝેર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે અને તેનો ઉપયોગ દવા તેમજ અન્ય ગેરકાયદેસર હેતુઓ માટે થતો હોવાનું જાણવા મળે છે. સુરત પોલીસે જણાવ્યું કે જપ્ત કરાયેલા ઝેરને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યું છે.

ADVERTISEMENT
પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેરનો ઉપયોગ
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 6 દિવસ માટે બંધ રહેશે અમદાવાદનો શાહીબાગ અંડરપાસ, બુલેટ ટ્રેનની કામગીરી માટે બંધ કરાયો
એસઓજીના અધિકારીએ શું કહ્યું
ADVERTISEMENT
સુરત એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, ઘનશ્યા સોનીએ આ ઝેર બરોડાના ચાર વ્યક્તિને આપેલું અને એમાં એક એડવોકેટ પણ છે. જ્યારે ઘનશ્યામ પકડાશે ત્યારે બાદ ખબર પડશે કે આ લોકો ઝેર ક્યાંથી લાગ્યા હતા. બરોડાના ચાર લોકો છે અને સુરતના ત્રણ લોકો બધા ભેગા મળી વેચવા ફરતા હતા. વેચાણ થાય એ પહેલા જ એસઓજીએ તેઓને ઝડપી પાડ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો