ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવરાત્રિમાં રોમિયોગિરી કરનારા ચેતી જજો! પોલીસે બનાવ્યો એક્શન પ્લાન
Last Updated: 12:10 PM, 18 September 2025
ADVERTISEMENT
Navratri 2025 Jamnagar : નવરાત્રિના પર્વને લઈ સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉમંગ છવાયેલો છે. પરંતુ તહેવારની ભીડ અને ઉત્સાહ વચ્ચે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જામનગર શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લા પોલીસ વડા ડૉ. રવી મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ શહેરમાં વ્યાપક સુરક્ષા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત ગરબા મહોત્સવોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સ્થળ મુલાકાત પણ કરવામાં આવી હતી અને આયોજકોને ચોક્કસ માર્ગદર્શિકા આપવામાં આવી છે.
ADVERTISEMENT
CCTV ફરજિયાત
ગરબા મહોત્સવોમાં ભીડને નિયંત્રિત રાખવા તેમજ કોઈ અનહેતુક પ્રવૃત્તિ પર નજર રાખવા માટે આયોજકોને તેમના સ્થળોએ CCTV કેમેરા લગાવવી ફરજિયાત કરાયા છે. આ ટેક્નોલોજી પોલીસને તાત્કાલિક નિરીક્ષણ અને કાર્યવાહી માટે સક્ષમ બનાવશે.
ADVERTISEMENT

સી ટીમની રચના
ADVERTISEMENT
જામનગર શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ “સી ટીમ” બનાવવામાં આવી છે. આ ટીમ સંદિગ્ધ અને અસામાજિક તત્વો પર નજર રાખશે તેમજ જરૂર પડે ત્યાં તરત કાર્યવાહી કરશે. પેટ્રોલિંગ વ્યવસ્થા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી તમામ મથામણ પર છે. ગરબાના સમયમાં ખાસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે. દરેક મોટાં આયોજનોને પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે અને સ્થાનિક પોલીસ સતત ચેકિંગ પર રહેશે. ટ્રાફિક વ્યવસ્થાની પણ ખાસ કાળજી લેવામાં આવશે જેથી કોઇ અવરોધ ઉભો ન થાય.
આ પણ વાંચો : હવે પાસપોર્ટ રિન્યૂ માટે અરજદારોએ લાંબી રાહ જોવી પડશે, જુઓ વેઈટિંગ લિમિટ
ADVERTISEMENT
ડૉ. રવી મોહન સૈનીએ જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં નવરાત્રી દરમ્યાન શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલ જળવાઈ રહે એ માટે સંપૂર્ણ પોલીસ તંત્ર ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત રહેશે. સામાન્ય જનતાની સહભાગિતાથી જ ઉત્સવ સફળ બને છે, તેથી નાગરિકોએ પણ નિયમોનું પાલન કરી પોલીસને સહયોગ આપવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT