બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર, પાણી પીધા બાદ તબિયત લથડી
Last Updated: 06:56 PM, 9 April 2025
સુરતમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર સર્જાઇ હતી. જેમાં પાણી પીધા બાદ રત્નકલાકારોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા. કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી નઓફ જેમ્સ નામની કંપનીમાં ઘટના બની છે.
ADVERTISEMENT
ઝેરી દવાની અસર
સુરતમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઇ હોવાનું સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પાણી પીધા બાદ રત્નકલાકારોની તબિયત લથડવા લાગી હતી. જે બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા હતા. પીવાના પાણીમાં અનાજમાં નાખવાની દવા ભેળવવામાં આવી હોવાની શંકા હોવાનું લોકોએ જણાવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભાગ લેવાના નામે છેતરપિંડી, ખેલાડી પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાનો આક્ષેપ
વધુમાં મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ત્યારે સેલ્ફોસ નામની દવાની પડીકી પણ ફિલ્ટર પાસેથી મળી આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.