બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભાગ લેવાના નામે છેતરપિંડી, ખેલાડી પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાનો આક્ષેપ
Last Updated: 02:00 PM, 9 April 2025
રાજકોટમાં બાળકોને ઈન્ટરનેશનલ ક્રિકેટ રમાડવાના નામે છેતરપિંડી સામે આવી છે. મેહુલ ધોળકિયા નામના વ્યકિતએ આ મામલે પોલીસમાં અરજી આપી છે. જેમાં પ્રજ્ઞેશ બારહટ નામના વ્યક્તિ સામે આક્ષેપ કરાયા છે.
ADVERTISEMENT
આક્ષેપ અનુસાર પ્રજ્ઞેશ બારહટે મેઘાલય ક્રિકેટ બોર્ડના સિલેક્ટર તરીકે પોતાની ઓળખ આપીને કૉલ કર્યો હતો અને અંડર 14 થી 23 કેટેગરીમાં ખેલાડીઓને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભાગ લેવાનું કહ્યું હતું.. જે બાદ મેઘાલય જવાનું કહી દરેક ખેલાડી દીઠ 14,700 રૂપિયા ઉઘરાવ્યા હતા. આ રીતે તેણે કુલ ત્રણથી ચાર લાખ રૂપિયા ઉઘરાવી લીધા હતા. તેણે કહ્યું હતું કે ભૂતાન, નેપાળ અને અમેરિકાની ટીમ રમવા આવશે. રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી આરોપીએ ટિકીટ મોકલાવી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં હવે નકલી વિજિલન્સ PSI પકડાયો, પૂછપરછ કરાતા ફૂટ્યો ભાંડો
ADVERTISEMENT
જ્યારે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે મેઘાલય જવાનું હતું ત્યારે પ્રજ્ઞેશે ફોન કરીને પ્રોગ્રામ કેન્સલ હોવાનું જણાવ્યું હતું. હાલ આ શખ્સ કોઇનો ફોન રિસિવ ન કરી રહ્યો હોવાનું ફરીયાદીએ ફરીયાદમાં જણાવ્યું છે.
આ શખ્સે આ જ રીતે મહેસાણામાં પણ 35 થી 40 લાખનું ફૂલેકું ફેરવ્યું હોવાનો ફરીયાદીએ દાવો કર્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.