ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / મહેસાણામાં પાટીદાર યુવતીના મોત પર આગેવાન વરૂણ પટેલે પોલીસ-સમાજ પર ઉઠાવ્યા સવાલો

નિવેદન / મહેસાણામાં પાટીદાર યુવતીના મોત પર આગેવાન વરૂણ પટેલે પોલીસ-સમાજ પર ઉઠાવ્યા સવાલો

Published By: Priykant Shrimali

Last Updated: 12:23 PM, 30 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana Patidar Girl Case Varun Patel : વરૂણ પટેલે સમાજના આગેવાનોની ભૂમિકા અંગે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું, સમાજ માત્ર સન્માન સમારંભો અને જાહેર કાર્યક્રમો પૂરતો સીમિત ન રહે પરંતુ...

ADVERTISEMENT

Mehsana Patidar Girl Case Varun Patel : મહેસાણા જિલ્લાના રામોસણા ગામ નજીકથી યુવતીનો મૃતદેહ મળ્યાની ઘટના બાદ હવે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આ ઘટનાને લગભગ દસ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં યુવતીનું મોત આત્મહત્યા હતું કે અન્ય કોઈ સંજોગોમાં થયું હતું તે અંગે હજુ પણ અસમંજસની સ્થિતિ છે. આ તરફ હવે પાટીદાર આગેવાન વરૂણ પટેલે સમગ્ર મામલે સોશિયલ મીડિયા મારફતે પોતાની પ્રતિક્રિયા આપતા અનેક સવાલો ઉઠાવ્યા છે.

શું કહ્યું પાટીદાર આગેવાન વરુણ પટેલે ?

સમગ્ર મામલે પાટીદાર આગેવાન વરૂણ પટેલે આક્ષેપ કર્યો છે કે, યુવતીના મોતની તપાસમાં અનેક મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવ્યા નથી. તેમના જણાવ્યા અનુસાર મૃતદેહ મળી આવ્યો ત્યારે શરીર પર ઈજાના નિશાન હોવાની ચર્ચા થઈ રહી છે, જેના કારણે માત્ર આત્મહત્યાની દિશામાં તપાસ મર્યાદિત રાખવાને બદલે તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમણે પોલીસની કાર્યવાહી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

આ સાથે આગેવાને એવો પણ દાવો કર્યો છે કે, યુવતીના પરિવારજનોને યોગ્ય રીતે સાંભળવામાં નથી આવી રહ્યા. ખાસ કરીને યુવતીની માતાની રજૂઆતોને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી તેવો આરોપ તેમણે મૂક્યો છે. જોકે આ મુદ્દે સત્તાવાર રીતે પોલીસ તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ પ્રતિસાદ સામે આવ્યો નથી.

સમાજ માત્ર સન્માન સમારંભો અને જાહેર કાર્યક્રમો પૂરતો સીમિત ન રહે...

વરૂણ પટેલે પોતાના નિવેદનમાં સમાજના આગેવાનોની ભૂમિકા અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સમાજ માત્ર સન્માન સમારંભો અને જાહેર કાર્યક્રમો પૂરતો સીમિત ન રહે, પરંતુ મુશ્કેલીના સમયમાં પણ પીડિત પરિવારોની સાથે ઊભો રહે. સમાજના સંગઠનો અને આગેવાનોને આગળ આવી ન્યાય માટે અવાજ ઉઠાવવાની તેમણે અપીલ કરી છે.

આ પણ વાંચો : સુરતમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારે જ કર્યું અપહરણ, ફિલ્મી ઢબે કારમાં બેસાડીને લઈ ગયા

આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, યુવતીના પિતા હયાત ન હોવાના કારણે પરિવાર એકલવાયો અનુભવતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં સમગ્ર સમાજે સંવેદનશીલતા દાખવીને પરિવારને નૈતિક અને કાનૂની સહકાર આપવો જોઈએ. આ મુદ્દે તેમણે યુવાનો અને સમાજના કાર્યકરોને પણ સક્રિય થવા અનુરોધ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patidar Girl Death Case Mehsana News Varun Patel

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ